રેપ કેસ અંગે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય પર સકંજા

0
6

અમદાવાદ, તા. ૧૨
ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય છબીલ પટેલ સામે દાખલ કરવામાં આવેલા બળાત્કારના કેસના સંબંધમાં દિલ્હી પોલીસની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. તેમની પુછપરછનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ દિલ્હી સ્થિત એક વિધવાએ પટેલ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે, છબીલ પટેલે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. એનજીઓની સાથે કામ અપાવવાનું વચન આપીને વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે, છબીલ પટેલે તેના કેટલાક વાંધાજનક અને અશ્લીલ ફોટાઓ પાડી લીધા હતા. શહેર પલીસે કહ્યું હતું કે, દિલ્હી પોલીસ દ્વારા મદદ માટે તેમનો કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી. બીજી બાજુ સુત્રોના કહેવા મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારી પૂર્વ ધારાસભ્યની પુછપરછ કરવા માટે શહેરમાં આવી પહોંચ્યા છે. આ ધારાસભ્ય સોલામાં સાયન્સસિટી રોડ ઉપર આવાસ ધરાવે છે અને તેમના ઉપર હવે સકંજા મજબૂત કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ બળાત્કાર અંગેના આક્ષેપોને ફગાવી દઇને છબીલ પટેલે કહ્યું છે કે, તેમને બદનામ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પટેલે તેમની સામે કરવામાં આવેલા બળાત્કારના આક્ષેપોને રદિયો આપ્યો છે. તેમનું કહેવું છે કે, જે મહિલા દ્વારા તેમની સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે મહિલાને તેઓ ક્યારે પણ મળ્યા નથી. બીજી બાજુ દિલ્હી પોલીસની ટીમ અથવા તો અન્ય કોઇ તરફથી આ સંદર્ભમાં વધુ માહિતી મળી શકી નથી પરંતુ રાજકીય વર્તુળોમાં આને લઇને જારદાર ચર્ચા જામી છે. લોકસભાની ચૂંટણીનો ગાળો વધારે દૂર રહ્યો નથી ત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ઉપર સકંજા વધુ મજબૂત બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY