મેડ્રીડ,તા.૯
સ્પેનના ફૂટબોલ ક્લબ બાર્સેલોના માટે રમતો અને સ્પેનના લા-લીગામાં ૪૦૦થી વધુ ગોલ કરનાર આર્જેન્ટિનાનો લિયોનલ મેસ્સી દુનિયાનો સૌથી વધુ વેતન મેળવનાર ખેલાડી બની ગયો છે. તેણે પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, ફ્રાન્સના એન્ટોની ગ્રેઝમેન અને બ્રાઝીલના નેમારને પાછળ છોડી દીધા છે.
ગોલ ડોટ કોમ વેબસાઈટે જણાવ્યું હતું કે મેસ્સીની એક મહિનાની આવક ૮૩ લાખ યૂરો( ૬૭ કરોડ રૂપિયા) છે. જયારે યુવેન્ટ્સ માટે રમતા ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આવક ૪૭ લાખ યૂરો( ૩૮ કરોડ રૂપિયા) છે. ગયા વર્ષે રશિયામાં ફિફા વર્લ્ડકપ જીતનાર ફ્રાન્સના એન્ટોની ગ્રેઝમેનની આવક ૩૩ લાખ યૂરો છે. તે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. આ સૂચીમાં બ્રાઝીલનો નેમાર ચોથા સ્થાને અને ઉરુગ્વેનો લુઈસ સુઆરેઝ પાંચમા સ્થાને છે. નેમાર દર મહિને ૩૦.૬ લાખ યૂરો કમાઈ છે જયારે સુઆરેઝ દર મહિને ૨૯ લાખ યૂરો કમાઈ છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


