‘ઉરી’ની બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી, ૨૦૦ કરોડને પાર પહોંચી

0
6

મુંબઈ,તા.૯
અભિનેતા વિક્કી કૌશલનન ફિલ્મ ‘ઉરી’ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. કમાણી મામલે ફિલ્મે ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. હજુ દર્શકો ફિલ્મ જાવા થિયેટર પહોંચી રહ્યાં છે.
ફિલ્મ ‘ઉરી’એ ફર્સ્ટ વીકમાં ૭૧.૨૬ કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા અને ત્રીજા વીકની કમાણી સાથે ફિલ્મ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ગઇ હતી. હવે ફિલ્મે ચોથા વીકમાં ૨૯.૦૨ કરોડનું કલેક્શન કર્યું છે. આવામાં તેનું કુલ બિઝનેસ ૨૦૦ કરોડને પાર પહોંચી ગયું છે.
વિક્કી કૌશલ આ પહેલાં ‘બાહુબલી ૨’નો રેકોર્ડ તોડી ચૂક્્યો છે. બાહુબલી ૨એ ૨૩માં દિવસે ૬.૩૫ કરોડની કમાણી કરી હતી, જ્યારે ઉરીએ ૬.૫૩ કરોડની કમાણી કરી હતી. સાથે જ ફિલ્મ ‘ઉરી’ ૨૦૧૯ની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઇ છે. ફિલ્મનો ડાયલોગ ‘હાઉઝ ધ જાશ’ જબરદસ્ત હિટ થયો છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ઉરી’ ૨૦૧૬માં થયેલી સર્જિકલ સ્ટાઇક પર આધારિત છે. ફિલ્મની સફળતા સાથે જ અભિનેતા વિક્કી કૌશલ બોલિવૂડના સુપરસ્ટાર્સના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.
વિક્કી કૌશલે ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘મસાન’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. વિક્કી કૌશલની દમદાર એક્ટિંગના વખાણ થઇ રહ્યાં છે, સાથે જ તેની સારી એવી ફેન ફોલોઇંગ પણ બની ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY