ઓઇલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મહેસાણા એસ.ઓ.જી.પોલીસ

0
26

ગુજરાત સરકાર, ગૃહ વિભાગ તરફથી નાસતા ફરતા આરૉપીઓ પકડવા આપવામાં આપેલ ઝુંબેશ અનુસંધાને મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ એસ.ઓ.જી.પો.સબ ઈન્સ. એમ.ડી.ચંપાવત નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. એચ.એલ.ચાવડા તથા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ.અનિલકુમાર, ભીમાભાઇ વિગેરેનાઓ કડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ચોટીલા જી.સુરેન્દ્રનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૭/૨૦૧૮ ઇપીકો ક.૩૭૯, ૩૦૮, ૨૮૫, ૧૧૪, ૧૨૦બી તથા પી.એમ.પી.એકટ કલમ ૧૫(ર), ૧૬ મુજબ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઠાકોર મુકેશજી છનાજી પ્રહલાદજી રહે.સુરજ, ભગતનો વાસ તા.કડી વાળાને આજરોજ તા.૧૫/૦૨/૨૦૧૯ ના રોજ સુરજ ગામની સીમમાંથી પકડી પાડી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી કાયદેસર થવા સારૂ કડી પો.સ્ટે. સોપવામાં આવેલ છે. આમ, મહેસાણા એસ.ઓ.જી.ને વધુ એક નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં સફળતા મળેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY