પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયા મહેસાણા નાઓએ તેમજ ના.પો.અધિ મંજીતા વણઝારા મહેસાણા વિભાગ મહેસાણાએ પ્રતિબંધીત વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ શોધી કાઢી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે આધારે અમારા સીધા માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પો.સબ.ઇન્સ. એસ.બી.ઝાલા તથા અ.હેઙકોન્સ. શૈલેષકુમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે કડી ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડી-સ્ટાફ પો.સબ.ઇન્સ. એસ.બી.ઝાલાને મળેલ હકીકત આધારે કડી ટાઉનમાં આવેલ મલ્હારપુરા કલાલવાસમાં કલાલ સાહિલભાઇ અબ્દુલભાઇ ના રહેણાંક ઘરમાં રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની બેગ પાઇપર ક્લાસીક વ્હિસ્કી બોટલ નંગ- ૩૦ કિ.રૂ. ૧૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૪,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી કલાલ સાહિલભાઇ અબ્દુલભાઇ રહે. કડી, મલ્હારપુરા, કલાલવાસ તા.કડી તથા આરોપી ઠાકોર મનિષજી ઊર્ફે બચુ પોપટજી રહે. કડી મલ્હારપુરા તા.કડીવાળા વિરૂધ્ધ કડી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૬૭/૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧ મુજબ
તેમજ મળેલ અન્ય હકીકત આધારે કડી ટાઉનમાં આવેલ નાના કોઠારી વાસમાં આરોપી ઘાંચી નિહાલભાઇ રફીકભાઇ રહે. કડીવાળાના ઘર આગળ રેઇડ કરી મહારાષ્ટ્ર રાજ્યના પાર્સિંગવાળી હુંડાય ગેટ્સ ગાડીમાં એ.સી.ના બોક્ષમાં તથા ગાડીની બ્રેક લાઇટના ખાનામાં તથા ગાડીના પાછળના ભાગે આવેલ બમ્પરની અંદર યુક્તિ પ્રયુક્તિ થી સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ – (૧) લોમાનોવ પ્રિમીયમ ડિસ્ટીલ્ડ વ્હિસ્કી ઓરેન્જ ફ્લેવર ની બોટલ નંગ- ૩૦ તથા (૨) બેગ પાઇપર ક્લાસીક વ્હિસ્કી બોટલ નંગ- ૨૪ મળી કુલ બોટલ નંગ- ૭૨ કિ.રૂ. ૩૬,૦૦૦/- તથા સેન્ટ્રો ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા એક્ટિવા કિ.રૂ. ૩૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૧૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૩૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સ્થાનિક આરોપીઓ (૧) ઘાંચી નિહાલભાઇ રફીકભાઇ રહે. કડી (૨) ઠાકર નિરજ રાજુભાઇ રહે. કડી તથા પર પ્રાંતીય આરોપીઓ (૩) સંત દિનેશકુમાર પ્રભુદાસ રહે. સાંચોર (રાજસ્થાન) તથા (૪) પંડ્યા હોથીરામ ભલારામ રહે. સાંચોર (રાજસ્થાન) વાળાઓ વિરૂધ્ધ કડી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૬૮/૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧, ૯૮(૨) મુજબ ગુન્હાઓ રજી. કરાવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



