વડોદરા થી શીરપુર વાયા રાજપીપળા જતી એસટી બસ સંતોષ ચોકડી પર ટર્ન મારવા જતાજ ધડાકો થયા બાદ એન્જીનમાં આગ પકડતા અંદર બેઠેલા મુસાફરો દોટ મૂકી બહાર ભાગ્યા
સમય સુચકતા વાપરી ચાલકે પોતાની પાસેનું પાણી એન્જીન પર મારી નીચે ઉતરી ગયો છતાં એન્જીન માંથી ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતુહલ
રાજપીપળા : રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે ગુરુવારે સવારે વડોદરા ડેપોની એસટી બસમાં અચાનક આગ સાથે ધુમાડા નીકળતા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી .
વડોદરા ડેપોની બસ નં.જીજે 18 ઝેડ 2619 વડોદરા થી વાયા રાજપીપળા થઈ સીરપુર જતી હોય સવારે રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસેના વળાંક પર ટર્ન મારવા જતા જ અચાનક જોરદાર ધડાકો થયો ત્યારે આસપાસ માં રહેતા લોકો અને દુકાનદારો ને એમ લાગ્યું કે ચૂંટણીના પરિણામ ના કારણે સમર્થકો ફટાકડા ફોડતા હશે પરંતુ આ બસ માં ધડાકા બાદ ધુમાડા નીકળતા અંદર બેઠેલા મુસાફરો ફટાફટ નીચે ભાગવા નાસભાગ કરતા જોવા મળ્યા જોકે એસટીના ડ્રાઈવરે એન્જીન માંથી નીકળતા ધુમાડા જોઈ તાત્કાલિક બસ બંધ કરી અને એની પાસે પડેલ પાણી મારી એ પણ ગભરાઈને નીચે ઉતરી ગયો હતો એ સમયે ત્યાંથી આવતા જતા લોકોમાં ભારે કુતુહલ જાગ્યું અને લોકટોળા ભેગા થયા સદનસીબે કોઈને ઇજા કે નુકસાન થયું નથી પરંતુ ધડાકો થતાંજ લોકો માં ફફડાટ જરૂર ફેલાયો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






