પેનને માત્ર બકબક કરતા જ આવડે, તેને આઉટ કરવો સરળ : પંત

0
4

મેલબર્ન,તા.૨૯
ઓસ્ટ્રેલિયાઇ કપ્તાન ટિમ પૈનની સાથે ત્રીજી ટેસ્ટ દરમિયાન ચાલી રહેલ શાબ્દિક યુદ્ધમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંતે તેણે સણસણતો જવાબ આપતા કહ્યું,’મયંક અગ્રવાલ તે કિયારેય અસ્થાઇ કેપ્ટન વિશે સાંભળ્યુ છે.’ પેને એક દિવસ પહેલા મજાકમાં કહ્યું હતું કે, જ્યારે તે પોતાની પત્નીને ફિલ્મ જાવા લઇ જશે ત્યારે મયંક તેના બાળકોનો બેબી સિટર બની શકે છે. અને તેને બિગ બૈશ હોબાર્ટ ગરિકેંસમાં પણ ઉતારવામાં આવી શકે છે.
તે જ્યારે બોલિંગ કરવા માટે ઉતરે ત્યારે સિલી પોઇન્ટ પર ઉભેલા અગ્રવાલને કહ્યું,’આપણી વચ્ચે એક નવો મેહમાન છે. મયંક તે કિયારેય અસ્થાઇ કેપ્ટન વિશે સાંભળ્યુ છે.’ તે સમયે બોલિગ કરી રહેલ રવીન્દ્ર જાડેજા સાથે તેણે કહ્યું કે પેનની વિકેટ લેવા માટે કંઇ વધારે કરવાની જરૂરીયાત નથી, કારણ કે, તે માત્ર વાતોડીયો છે.
તેણે કહ્યું,’તેને આઉટ કરવા માટે કંઇ વધારે કરવાની જરૂરીયાત નથી. તેને વાતો કરવી પસંદ છે અને તે આ જ કરી શકે છે. માત્ર બકબક.’ એમ્પાયર ઇયાન ગૂડે જાકે, પંતને તેની ટિપ્પણી માટે ચેતવણી પણ આપી. જાકે, પેને ત્રીજા દિવસે આ જ હરકત કરી હતી ત્યારે તેને કોઇ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી ન હતી.
વન ડે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીને શામેલ કરવાની વાત કરતા પેને કહ્યું હતું કે,’એમએસ વન ડે ટીમમાં પરત આવી ગયો છે. આ બાળકને હરિકેંસ મોકલી દેવો જાઇએ. આથી હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા માણવાની તક પણ મળશે. શું તમે બાળકોને રમાડી શકો છો. હું મારી પત્નીને ફિલ્મ જાવા માટે લઇ જઇશ અને ત્યારે તું મારા બાળકોને સાચવજે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY