૧ હજાર એટીએમ ઘટી જતાં સંખ્યા ૨.૦૭ લાખે પહોંચી
મુંબઈ,તા.૨૯
દેશભરમાં નાણાકિય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ દરમિયાન એટીએમ (ATM)ની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, ૧,૦૦૦ એટીએમ ઘટી જતાં તેની સંખ્યા ૨.૦૭ લાખ પર આવી ગઈ છે. આ અંગેની જાણકારી રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આપવામાં આવી છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એટીએમ (ATM)ની સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ કેટલીક જાહેર બેંકો દ્વારા પોતાની સંખ્યાને તાર્કિક બનાવાનું છે. આ પ્રક્રિયા વચ્ચે બેંકની શાખાઓમાં લાગેલા એટીએમની સંખ્યા આ દરમિયાન ૧.૦૯ લાખથી ઓછા થઈને ૧.૦૬ લાખ પર આવી ગયા છે. પરંતુ આ દરમિયાન શાખાઓ દ્વારા અલગથી લગાવાયેલા એટીએમની સંખ્યા ૯૮,૫૪૫થી વધુને એક લાખ પર પહોંચી ગઈ છે.
રિઝર્વ બેંકના નાણાકિય વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રના વલણો પર પોતાનો તાજા રિપોર્ટ ટ્રેંડ્સ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન ૨૦૧૭-૧૮ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં સરકારી બેન્કોના એટીએમની સંખ્યા ૧.૪૮ લાખથી ઓછી થઈને ૧.૪૫ લાખ પર આવી ગઈ છે. આ સમય ગાળા દરમિયાન ખાનગી બેન્કોના એટીએમની સંખ્યા ૫૮,૮૩૩થી વધીને ૬૦,૧૪૫ સુધી પહોંચી ગઈ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ ૨૦૧૮થી ઓગસ્ટ ૨૦૧૮ દરમિયાન એટીએમની સંખ્યા વધુ ઘટીને ૨.૦૪ લાખ પર આવી ગયો છે. તેમાં નાની નાણાકિય બેન્કો અને પેમેન્ટ બેન્કોના એટીએમ સામેલ નથી. તેનું કારણ એ છે ધીરે ધીરે ડિજિટલ આર્થિક વ્યવહારમાં વૃદ્ધિ થઈ રહી છે.
આ દરમિયાન પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલોની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. વાઇટ લેવલ એટીએમની સંખ્યા વધીને ૧૫૦૦૦ પાર થઈ ગઈ છે. નાણાકિય વર્ષ ૨૦૧૭/૧૮ દરમિયાન સંકલિત ચુકવણી ઈન્ટરફેસ (યૂપીઆઈ)ના માધ્યમથી કુલ ૧,૦૯૦ અબજ રૂપિયાની ૯૧.૫ કરોડની લેણ-દેણ થઈ છે. આ નાણાકિય વર્ષ ૨૦૧૮/૧૯ના પ્રથમ છ મહિનામાં વધીને ૧૫૭.૯ કરોડ લેણ-દેણ પહોંચી ગઈ છે. આ દરમિયાન યૂપીઆઈના માધ્યમથી ૨૬૭૦ અબજ રૂપિયાની લેવડ-દેવડ થઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




