‘બાક્સિંગ ડે ટેસ્ટ’ માટે ભારતીય ટીમ જાહેર : અશ્વિન આઉટ, મયંક અગ્રવાલની એન્ટ્રી

0
5

મેલબોર્ન,તા.૨૫
બુધવારથી શરૂ થઈ રહેલી બાક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતીય ટીમનાં ૧૧ ખેલાડીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બાર્ડે ટિવટ કરીને અંતિમ ઇલેવનની જાહેરાત કરી. ભારતીય ટીમ માટે સારા સમાચાર નથી. રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટમાં નહીં રમે. અશ્વિનની પેટની ડાબી બાજુની માંસપેશિયોમાં ખેંચ આવી છે. અશ્વિન પર્થમાં પણ નહોતો રમી શકિયો. પર્થ ટેસ્ટમાં ભારતનો ૧૪૬ રને પરાજય થયો હતો.
બાક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતે ૩ બદલાવ કર્યા છે. બંને આૅપનર બેટ્‌સમેન મુરલી વિજય અને કેએલ રાહુલ ઉપરાંત ઝડપી બોલર ઉમેશ યાદવને બાહર કરી દેવામાં આવ્યા છે. રોહિત શર્માનું પુનરાગમન થયું છે, જે બીજી ટેસ્ટમાં નહોતો રમી શકિયો. બીજી તરફ ૨૭ વર્ષનો મયંક અગ્રવાલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. તે ભારત તરફથી ટેસ્ટમાં પદાર્પણ કરનાર ૨૯૫મો ખેલાડી હશે. મયંક હનુમા વિહારી સાથે ભારત તરફથી આૅપનિંગ કરી શકે છે.
આૅપનર કેએલ રાહુલ અને મુરલી વિજયનું આ સીરીઝમાં પ્રદર્શન સારું નહોતુ રહ્યું. પહેલી બે ટેસ્ટ મેચમાં ક્રમશઃ ૧૨.૦૦ અને ૧૨.૨૫ની ખરાબ સરેરાશ બંનેને ભારે પડી અને ટીમમાંથી બહાર થવું પડ્યું.
ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), આંજિકીય રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.
આૅસ્ટ્રેલિયન ટીમ
એરાન પિંચ, માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શાન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટિમ પેન (કેપ્ટન, વિકેટકીપર), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જાશ હેઝલવુડ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY