મેનહટ્ટન,તા.૧૫
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઇ આખા દેશમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મુદ્દા પર માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ ફરી એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં સત્ય નડેલાએ ઇમીગ્રન્ટસને લઇ કેટલીય વાતો કહી. તેમનું કહેવું છે કે ઇમીગ્રન્ટસને તક મળવાથી ભારતીય સમાજ અને અર્થતંત્રને ફાયદો મળશે.
સત્યા નડેલાની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે દરેક દેશને પોતાની સરહદોને પરિભાષિત કરવી જોઇએ અને રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કરવી જોઇએ અને તેના મતે ઇમીગ્રેન્ટસની નીતિ નક્કી કરવી જોઇએ. લોકતંત્રમાં એક એવી વસ્તુ છે જેના પર પ્રજા અને તત્કાલીન સરકારો ચર્ચા કરશે અને પોતાની સરહદોની અંદર પરિભાષિત કરશે.
આગળ સત્યા નડેલાએ કહ્યું કે હું મારી ભારતીય વિરાસત સાથે જોડાયેલું છું. એક બહુસાંસ્કૃતિક ભારતમાં વધી રહ્યા છે અને અમેરિકામાં મારો ઇમીગ્રેન્ટ અનુભવ છે. મારી આશા એક એવા ભારતની છે જ્યાં એક ઇમીગ્રેન્ટ સ્ટાર્ટ-અપની શરૂઆત કરી શકે અથવા તો એક એમએનસીનું નેતૃત્વ કરી શકે છે. આથી ભારતીય સમાજ અને અર્થતંત્રને મોટાપાયા પર ફાયદો થાય.
આની પહેલાં સત્યા નડેલાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મને લાગે છે કે જે થઇ રહ્યું છે કે તે દુઃખદ છેપઆ ખરાબ છેપહું એક એવા બાંગ્લાદેશી ઇમીગ્રેન્ટને જોવાનું પસંદ કરીશ જે ભારતમાં આવે છે અને ઇન્ફોસીસનો નેકસ્ટ સીઇઓ બને છે. આ આકાંક્ષી હોવી જોઇએ. અમેરિકામાં મારી સાથે શું થાત, મને આશા છે કે ભારતમાં પણ આવું જ થાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


