અજાણ્યા વાહને ઉડાવી દેતા બાઈક સવારનું મોત

0
10

સુરત, તા.૧૨
કીમ-ઓલપાડ ટકારમાં ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે એક બાઈક સવારને ટક્કર મારતા ચાલકનું કરૂણ મોત નીપજાવી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કીમ પોલીસ મથકે નોધાતા પોલીસે ફેટલનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ તાલુકાના સોદામીઠા ગામના વતની શૈલેન્દ્રસિંહ મોરથાણાએ પોલીસ મથકમાં નોîધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાઈક નંબર જીજે-૦૫-ડીબી-૫૮૭૦ લઈને ખેતરમાં કામ કરતો ચાકર કિશનભાઈ રાઠોડ તથા તેના મિત્ર નગીનભાઈ નાનુભાઈ રાઠોડ ખેતરમાં કામ કરતા જતો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી તેમની બાઈકને ટક્કર મારી ચાકર કિશનભાઈનું મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. જ્યારે તેનો મિત્ર નગીનભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કીમ પોલીસે ફેટલનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY