પહેલું સ્વદેશી સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-૩૦ એમકેઆઈ વાયુસેનામાં સામેલ

0
16

ન્યુ દિલ્હી,તા.૨૭
પહેલું સ્વદેશી સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-૩૦એમકેઆઈ ઓઝર ખાતેના ૧૧ બેસ ડેપોમાં સમારકામ બાદ સંચાલન બેડામાં સામેલ કરવા માટે શુક્રવારે વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. મેન્ટેન્સ કમાન્ડના પ્રમુખ એરમાર્શલ હેમંત શર્માએ એક ભવ્ય સમારંભ દરમિયાન ઔપચારીકપણે સુખોઈ-૩૦એમકેઆઈ યુદ્ધવિમાન દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના પ્રમુખ વાયુસેના અધિકારી એર માર્શલ એચ. એસ. અરોડાને સોંપવામાં આવ્યું છે.
વાયુસેનાના શ્રેષ્ઠ યુદ્ધવિમાન એસયૂ-૩૦ એમકેઆઈને હવે ભારતમાં વિકસિત કરવાનું કામ થઈ રહ્યું છે. સમારકામ બાદ ૨૪ એપ્રિલે ઉડાણ ભર્યા છેલ્લે સૈન્ય અભિયાન માટે ઉડ્ડયન બેડામાં સામેલ કરતા પહેલા યુદ્ધવિમાનને પરીક્ષણને આધિન રાખવામાં આવ્યું હતું. સુખોઈ-૩૦એમકેઆઈ યુદ્ધવિમાન ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક યુદ્ધવિમાનોમાંનું એક છે. તેના ઉપર તાજેતરમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની તેનાતી કરવામાં સફળતા મળી છે.
બ્રહ્મોસના પ્રક્ષેપણ માટે યોગ્ય બનાવવાના ઉદેશ્ય સાથે સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આ ચાલીસ સુખોઈ યુદ્ધવિમાનોમાં સંરચનાત્મક પરિવર્તનોની કામગીરી શરૂ કરી છે.
મહત્વપૂર્ણ છે કે ઓઝરમાં ૧૧ બીઆરડીની સ્થાપના ૧૯૭૪માં કરવામાં આવી હતી. ઓઝરમાં વાયુસેનાના યુદ્ધવિમાનના મેન્ટેનન્સનો એકમાત્ર ડેપો છે. અહીં મિગ-૨૯ અને સુખોઈ-૩૦ એમકેઆઈ જેવા યુદ્ધવિમાનોનું મેન્ટેન્સ, નવીનીકરણ અને સંપૂર્ણ પરિવર્તન કરવાની કામગીરી કરવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY