એલજેપીના સાંસદ વીણા દેવીના પુત્રનું સડક દુર્ઘટનામાં મોત

0
8

બિહાર,તા.૨૭
બિહારથી એલજેપીના સાંસદ વીણા દેવીના પુત્રનું સડક દુર્ઘટનામાં નિધન થયું છે. વીણા દેવી બિહારના મુંગેરથી લોકજનશકિત પાર્ટીના સાંસદ છે. વીણા દેવીના પુત્ર આશુતોષ સિંહનું નિધન યુપીના નોઈડા એક્સપ્રેસ વે પર સડક દુર્ઘટનામાં મોત નીપજ્યું છે.
વીણા દેવી બિહારના બાહુબલી નેતા અને મોકામાના વતની ભૂતપૂર્વ સાંસદ સૂરજનભાનસિંહના પત્ની છે. દુર્ઘટના વખતે સાંસદના પુત્ર કોઈક સ્થાન પરથી પાછા ફરી રહ્યા હતા.
નોઈડા એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં તેમનું મોત નીપજ્યું હતું. મહત્વપૂર્ણ છે કે એલજેપીના જ એક અન્ય સાંસદ રામાસિંહના પુત્ર પણ ગત વર્ષ સડક દુર્ઘટનામાં અલ્હાબાદ નજીક મોતને ભેંટયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY