ધ્રોલમાં મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો લગ્ન નોંધણી સમયે ડખ્ખો થતા યુવક-યુવતી ભાગ્યા

0
157

જામનગર,
તા.૧૦/૪/૨૦૧૮

ધ્રોલમાં લગ્ન નકકી થઇ ગયેલી યુવતિને મુસ્લિમ યુવાન ભગાડીને લઇ ગયાનો લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં યુવક-યુવતિના લગ્ન નોંધણી સમયે ડખ્ખો થતાં યુવક અને તેની સાથે આવેલા શખ્સો યુવતિને બળજબરીથી કારમાં લઇ નાસી ગયા હતાં. ભોગ બનનાર યુવતિના પિતાએ અગાઉ આ અંગે પોલીસમાં ફરિયાદ અને લગ્ન નોંધણી સામે વાંધા અરજી પણ કરી હતી.

જિલ્લાભરમાં ભારે ચકચાર જગાવનાર બનાવની મળતી વિગત અનુસાર ધ્રોલમાં રહેતા વિનોદભાઇ દેવકરણ રાઠોડની પુત્રી મીરાબેન(ઉ.વ.૨૨)ને ૭ માર્ચનાં રોજ ધ્રોલનાં મોચી બજારમાં રહેતો મુસ્લિમ યુવક ઇશો રફીકભાઇ શાહમદાર(ઉ.વ.૩૩) ડરાવી ધમકાવી કે લગ્નની લાલચ આપી ભગાડી જતાં પરિવારજનોએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં યુવતિ ગુમ થયાની ફરીયાદ નોંધાવાઇ હતી. પરિવારજનો એ પોલીસમાં તપાસ કરતાં પરંતુ હજુ સુધી કોઇ જાણ ન મળવાનું પોલીસે જણાવ્યું હતું. અંતે તા.૩૧ માર્ચનાં રોજ યુવતિનાં કાકા હરીલાલ રાઠોડે જીલ્લા પોલીસવડાને અરજી કરી હતી. જેમાં મુસ્લિમ યુવક તેની ભત્રીજીનું અપહરણ કરી ગયાનું જણાવી યુવતિનો કબજા અપાવવા અને મુસ્લિમ યુવક સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

જામનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં યુવતિ અને મુસ્લિમ’ યુવકના લગ્નની નોંધણીની અરજી થઇ હોય જેની સામે યુવતિના પિતાએ વાંધા અરજી કરી હતી.જેની મુદત તારીખ૭ એપ્રિલના પૂર્ણ થતાં સોમવારે યુવતિને લઇને મુસ્લિમ યુવાન ૫ થી ૬ શખ્સો સાથે સબ રજીસ્ટ્રાર કચેરીએ આવતાં બંને પરિવાર વચ્ચે ડખ્ખો થતાં મામલો ઉગ્ર બન્યો હતો.આથી લગ્ન નોંધણી થઇ ન શકતાં મુસ્લિમ યુવાન યુવતીને કારમાં લઇ નાસી ગયો હતો. બનાવના પગલે કચેરીમાં આવેલા અરજદારો અને વકીલોમાં અફડાતફડી મચી ગઇ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY