થાણે,તા.૨૭
થાણેની જેલમાં બંધ અંડરવર્લ્ડ ડાન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસ્કરને બિરિયાની ખવડાવવાના આરોપમાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થાણે પોલીસ કમિશ્નર વિવેક ફન્સલાકરે એક સબ ઈન્સપેકટર અને ચાર કોન્સટેબલને સસ્પેન્ડ કરી તેમના વિરુધ્ધ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, એક દિવસ પહેલા હોÂસ્પટલ લઈ જતી વખતે ઈકબાલ કાસકરને એક ગાડીમાં અંદર બેસી બિરિયાની ખાતો વિડિયો સામે આવ્યો હતો. ખંડણીના એક કિસ્સામાં એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પ્રદિપ શર્માએ ઈકબાલની ધરપકડ કરી હતી.
થાણે પોલીસ કમિશનર વિવેક ફેંસલાકરના આદેશ પર સંયુક્ત કમિશનર મધુકર પાંડેએ આ બાબતની તપાસ કરી અને નોટિસ રજૂ કરી હતી. વિભાગીય પૂછપરછ અને સસ્પેન્શન માટે પગલાં લીધા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ૨૫ ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ, મકોકાના આરોપી ઇકબાલ કાસ્કર તબીબી પરિક્ષણ માટે જેલની પોલીસ ટીમ સાથે થાણે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ચિત્રમાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તે પોલીસ ટીમનાં સંરક્ષણમાં બિરિયાની ખાઈ રહ્યો છે. નોટિસ સ્પષ્ટપણે જણાવે છે કે આરોપી ઈકબાલ કાસ્કર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ભાઈ છે અને ગંભીર કેસમાં જેલમાં છે, છતાં પોતાનાં આર્થિક ફાયદા માટે પોલીસ ટીમને કોર્ટ દ્વારા મંજૂરી ન હોવાં છતાં વકીલ પાસેથી પૈસા લઈને બિરિયાનીની ગોઠવણ કરી. આ સિવાય હોસ્પિટલમાં તેના સાથીઓને ખુલ્લી રીતે મળવા દીધા. પોલીસ કર્મચારીઓને એક્ટ, ૧૯૮૧ ની કલમ ૬૮ હેઠળ તપાસ પૂરી થયા ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




