મોલ લિચિંગ યથાવત્‌ : બાડમેરમાં દલિત યુવકની પ્રેમસંબંધમાં માર મારી હત્યા

0
59

થોડા દિવસ પહેલાં જ ગૌતસ્કરી મુદ્દે રકબરખાનની ટોળા દ્વારા હત્યા કરાઈ હતી
બાડમેર,તા.૨૫
અલવરમાં અકબર ઉર્ફે રકબરખાનની મોબ લિંચિંગમાં હત્યા મામલે સંસદથી લઈને સડક સુધી હંગામો થઈ ર્હયો છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલા બાડમેર જિલ્લાના સરહદી ગામમાં એક દલિત યુવકને લઘુમતી સમુદાયની યુવતી સાથે પ્રેમપ્રસંગને કારણે માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.
આ મામલે પોલીસે ડઝનબંધ આરોપીઓમાંથી બે આરોપીની ધરપકડ કરી છે. બાડમેરના મેકરનવાલા ગામમાં શુક્રવારે રાત્રે ડઝનબંધ લોકોએ માર મારીને ખેતારામ ભીલ નામના એક દલિત યુવકની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ દલિત યુવકની લાશને ઉઠાવીને નજીકના ઢાણીની સુમસામ જગ્યામાં ફેંકી દેવામાં આવી હતી.
હત્યા પાછ લઘુમતી સમુદાયની યુવતી સાથે મૃતક ખેતારામ ભીલના પ્રેમપ્રસંગને કારણભૂત ગણવામાં આવે છે. શનિવારે યુવકની લાશ પડેલી જાઈને ગ્રામીણોએ પોલીસને આની જાણકારી આપી હતી. પોલીસે મૃતદેહની ઓળખ કરાવીને પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપી હતી. આ ઘટના બાદ પોલીસે કોમી સૌહાર્દ બગડવાની આશંકાને કારણે ગામમાં હંગામી ચોકી પણ ઉભી કરી છે.
આ મામલે મૃતકના પરિવારજનોએ લગભગ એક ડઝન લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે પઠાઈ ખાન અને અનવરખાન નામના મેકરાનવાલાના બે સ્થાનિકોની ધરપકડ કરી છે. બંનેએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે પ્રેમપ્રસંગના મામલે ખેતારામની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY