રાજસ્થાન સરકાર મોબ લિન્ચિંગ મુદ્દે એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરે : સુપ્રિમ કોર્ટ

0
31

ન્યુ દિલ્હી,તા.૨૦
સુપ્રીમ કોર્ટે મોબ લિન્ચિંગ મામલે રાજસ્થાન સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. રાજસ્થાનના અલવરમાં મોબ લિન્ચિંગની ઘટના બાદ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું કે, રાજસ્થાન સરકાર એક સપ્તાહમાં મોબ લિન્ચિંગ મામલે રિપોર્ટ જમા કરાવે. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી ૩૦મી ઓગસ્ટના રોજ કરવાનું કોર્ટે ઠેરવ્યુ છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે દેશ તમામ રાજ્યોને મોબ લિન્ચિંગ મામલે રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, રાજસ્થનના અલવરમાં ગૌતસ્કરીની આશંકાના આધારે એક શખ્સની માર મારી હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ મોબ લિન્ચિંગ મામલે તહસીન પુનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY