સિરીયલ કિસર ઈમરાન હાશમીની ફિલ્મ કરપ્ટ ઈંડિયાની રિલિઝ ડેટ જાહેર

0
40

મુંબઈ,તા.૨૬
બોલિવુડ અભિનેતા ઈમરાન હાશ્મી ઘણાં લાંબા સમય બાદ પડદે પરત ફર્યો છે અને તેની આગામી ફિલ્મ ‘કરપ્ટ ઈંડિયા’ની રીલિઝ ડેટ તેણે જાહેર કરી છે. બોલિવુડ અભિનેતા ઈમરાન હાશ્મી પોતાની સિરિયલ કિસર તરીકે જાણીતો હતો પણ ત્યારબાદ તેણે પોતાની ઈમેજ બદલી અને વિવિધ ભુમીકાઓ દ્વારા ઍક્ટિંગ કરી બતાવી વિવેચકો અને દર્શકોનાં દિલ પણ જીત્યા!
તે હમણા ઘણા લાંબા સમયથી રુપેરી પડદે ગાયબ હતો. છેલ્લે તે મલ્ટી સ્ટારર ફિલ્મ બાદશાહોમાં જોવા મળ્યો હતો. તે પહેલાં તેની મિ. એક્સ, રાજા નટવરલાલ કે અન્ય ફિલ્મો ખાસ કંઈ ઉકાળી શકી ન હતી. અને બોક્સઓફિસ પર ફ્લોપ સાબીત થઈ હતી. ત્યારબાદ તે ઘણા લાંબા સમયથી જોવા મળ્યો નથી. તેની આગામી ફિલ્મ કોઈ કૌભાંડ પર આધારિત હોય તેમ લાગી રહ્યું છે.
આજનાં આ બેંકફ્રોડનાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવાં સમાચારો લોકોનાં માનસ પર છે ત્યારે આ વિષય પર ફિલ્મ બનાવવાથી તેને દર્શકો મળી રહેશે તે બાબત નક્કી છે. જોઈએ ફિલ્મ તેનાં ટીઝર જેવી દમદાર છે કે નહી? આ પહેલાં પણ અભિનેતા અઝહર, જન્નત, ધ ડર્ટી પિક્ચરમાં અભિનય કરીને લોકોનાં દિલ જીતી ચુક્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY