એક્ઝીટ પોલ સાચા પડે કે ખોટા , પણ દેશમાં રાજકીય વમળો પેદા થવાના અણસાર છે

0
10

બે માસ સુધી શાસક – વિપક્ષની શાબ્દિક લડાઇએ દેશની જનતાને સત્તાની સાંઠમારી માં શાણપણ જરૂરી ન હોવાનો એહસાસ કરાવ્યો . તા. ૧૯ મેં ના રોજ સાતમાં અને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયું અને તે સાથે જ એક્ઝીટ પોલના વરતારાએ આક્રમણ કર્યું . દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સારા થવા માટેની હોડ અનેક પ્રસંગોએ જોવા મળેજ છે . પરંતુ ન્યુઝ ચેનલોએ પણ જાણે કે હરીફાઈ આદરી હોય એવું ચિત્ર દેશની જનતા એ જાયું . અને આ કલ્પના ચિત્રના આધારે શેરબજાર ઉચકી ગયું .( કોર્પોરેટ હાઉસોની કમાલ જ હોય છે ) વિપક્ષનું જાને હવે દેશમાં કોઈ અસ્તિત્વ જ રહેવાનું ન હોય , તે પ્રકારે ભાજપના નેતાઓએ નિવેદનો શરુ કર્યા .
રાજકીય પંડિતો દ્વિધાભરી સ્થિતિમાં છે . જે વાસ્તવિક્તા નજર સામે જાવા મળે છે , તે એકાએક કેવીરીતે બદલાઈ જતી હશે . કોઈ આને દંભ ગણાવે છે તો કોઈ કરામત . ભાજપના ટોચના નેતા બેઠકોનો ચોક્કસ આંકડો બોલે છે , ત્યારે ઘણાને આચાર્ય થાય છે . આ આંકડો કોઈ ઈશ્વરના પ્રતિનિધિ આવીને કહી ગયા ? કે તમે ઈફસ્ દ્વારા મેનેજ કરીને આંકડો બોલો છો ? ચુંટણી મા રાજકીય પક્ષો અને ઉમેદવારોનું ભવિષ્ય મતદારો નક્કી કરતા હોય છે . પરંતુ ઈફસ્ મશીન દ્વારા જ ભવિષ્ય તૈયાર કરવામાં આવ્યું હોય તો જ ચોક્કસ ફિગર સાથે જીતનો દાવો થઇ શકે.
વાત એ છે કે તા. ૨૩મે પછી દેશનું અને દેશની જનતાનું શું થશે ? શું આ એક્ઝીટ પોલ સાચા પડશે ! ભાજપ ૩૦૦ થી વધુ બેઠક મેળવીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે ? જા હા , તો દેશના વિપક્ષો અને રડ્યા ખડ્યા તટસ્થ મીડીયાનું શું થશે ? ચિંતા નો વિષય જરૂર છે . ભાજપના પાંચ વર્ષના શાસન પછી યોજાયેલી લોકસભાની ચુંટણી માં ચુંટણી પંચના તટસ્થતા પર દાગ લાગ્યા છે . હવે પછીના પાંચ વર્ષ પછી ચુંટણી યોજાય તો તેમાં ચુંટણી પંચ તેની છબી સુધારે તે જરૂરી છે .
દેશના લોકતંત્ર પર પ્રજાનો વિશ્વાસ માત્ર ચુંટણી પંચ અને અદાલતના કારણે જ ટક્્યો છે . આ બે સંસ્થાઓ વિશ્વસનીયતા ગુમાવી દે તો પછી આપણે કહી શકીશું કે હું આઝાદ ભારતનો નાગરિક છું !
આવતીકાલે પરિણામો જાહેર થવા લાગશે . ૨૦૧૯ એ ૨૦૧૪ નથી એટલે ચમત્કારિક પરિણામો આવી શકે તેવું લાગતું નથી . ગુજરાત , રાજસ્થાન , મધ્યપ્રદેશ , ઉત્તરપ્રદેશ , દિલ્હી સહિતના રાજ્યોમાં ૨૦૧૪ જેટલી બેઠકો ભાજપને મળવાની નથી . જે નુકસાન થવાનું છે , તે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માંથી ભરપાઈ થઇ જશે એવું ભાજપના નેતાઓનું આશ્વાસન ગળે ઉતરતું નથી . જેથી બેઠકો ઘટે એવું તમામ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે . જો બેઠકો ઘટે અને સરકાર રચવા માટે અન્ય પક્ષો – અપક્ષોની જરૂર ઉભી થાય તો વિપક્ષનું એલાઈન્સ પણ તેમાં કુદી પડશે . જેથી આ વખતે સરકારની સોગંદવિધિની તારીખ ભાજપ નક્કી કરી શકે નહિ એવું પણ બને . સરકાર રચવામાં વિલંબ થાય . જાકે નિર્ણય રાષ્ટ્રપતિ એ લેવાનો હોય છે જેથી ભાજપને અનુકુળતા રહે ખરી . પરંતુ જયારે નંબર ના અંક ગણિત શરુ થશે ત્યારે હોર્સ ટ્રેડીંગનો નજારો દેશને જોવા મળે એવું પણ બની શકે .
એક વાત ચોકાસ છે કે ૨૩ મે નાં પરિણામો પછી દેશમાં રાજકીય વમળો પેદા થશે . દ્ગ.ડ્ઢ.છ હોય કે છ પરિણામો પછીના રાજકીય નિવેદનો અને વિવાદો સમાચારોમાં હાવી થઇ રહેશે .
ભાજપ પાસે સત્તા અને સંપત્તિ બંને છે . જેથી સત્તા હાંસલ કરવામાં તેમને વિપક્ષ કરતા વધુ અનુકુળતા રહે એ સ્વાભાવિક છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બને એવું સહુ કોઈ સ્વીકારે છે . પરંતુ પૂર્ણ બહુમત થી કે ટેકાની સરકાર બને છે , તેના પર દેશની સુખશાંતિ અને સલામતીનો આધાર છે . પ્રજા મત આખરે સર્વોપરી જ હોય છે . એટલું નિશ્ચિત હશે કે આ વખતે વિપક્ષ ૨૦૧૪ કરતા વધુ બેઠકો મેળવીને વધુ અસરકારક વિપક્ષની ભૂમિકામાં રહેશે.
દરેક ચુંટણી પછી કોંગ્રેસના પ્રમુખે તો રાજીનામું જ આપવું પડે છે
૨૦૦૨ થી એ સિલસિલો ચાલતો આવ્યો છે કે ગુજરાતમાં ચુંટણી વિધાનસભાની હોય કે લોકસભાની , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું પડ્યું છે . હવે ૨૦૧૯ ની ચુંટણીના પરિણામો આવતીકાલે જાહેર થશે . ગુજરાતમાં કોંગ્રેસ માટે ૧૦ થી વધુ બેઠકો જીતવાની અનુકુળતા હતી . ભલે કોંગ્રેસના નેતાઓ ન સ્વીકારે , પરંતુ છ માસમાં આ ૧૦ બેઠકો માંથી કોંગ્રેસ જીતી શકે એવી ચાર બેઠકો થઇ ગઈ છે . કોંગ્રેસ પ્રજામત કેવો છે તે ધ્યાનમાં લઈને જીતના દાવા કરે છે . પરંતુ જીતવા માટે નું આયોજન , મેનેજમેન્ટ અને સંગઠન અંગે કદી ચિંતા કરતા નથી . કાગળ પરના સંગઠનના આધારે કાર્યકર ટિકિટ મેળવી ઉમેદવાર બની શકે છે , પરંતુ ચુંટણી જીતી શકાતી નથી . બુથ મેનેજમેન્ટની ખામીના કારણે કોંગ્રેસ જીતની બેઠક પણ ગુમાવી દે છે . આ નરી વાસ્તવિક્તા નેતાઓ જાણતા હોવા છતાં તેનો ઉકેલ લાવી શકતા નથી . લાંબો સમય સત્તામાં રહ્યા પછી પક્ષમાં કાર્યકરોની કાર્ય પ્રણાલી અને તાસીર બદલી શકાતી નથી . જેથી ઉજળું ચિત્ર નજર સામે હોવા છતાં પરિણામ લાવી શકતા નથી . જેથી આ વખતે પણ પરિણામો પછી પ્રમુખે જવાબદારી સ્વીકારવી જ પડશે અને રાજીનામું આપવું પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY