બિહારમાં મોબ લિંચિંગ : બહેનની સારવાર કરાવી પરત આવતા વ્યક્તિની માર-મારી હત્યા

0
11

પોલીસે ૧૫૦ લોકો સામે કેસ દાખલ કર્યો
સીતામઢી,તા.૧૧
બિહારમાં એકવાર ફરી ભીડનો તાલિબાની ચહેરો સામે આવ્યો છે. સીતામઢીમાં ભીડે એક વ્યક્તિને ચોરીના આરોપમાં ઢોર માર-મારી મારી નખ્યો. સીતામઢીના સહિયારાના સિંગરહિયા દામના રહેવાસી રૂપેશને ચોરીના આરોપમાં સ્થાનિક લોકોએ પકડ્યો અને ફરી માર-મારી અધમરો કરી દીધો. જે વ્યક્તિની હત્યા કરવામાં આવી, તે સીતામઢી શહેરથી બહેનની સારવાર કરાવ્યા બાદ પાછો ફરી રહ્યો હતો.
આ દરમ્યાન ભીડે તેને રીગા પોલીસ સ્ટેશન વિસ્તારના રામનગરાના કિશનપુર વળાંક પાસે પકડી લીધો. આ ગટના સવારે ચાર કલાકની છે. જાણકારી અનુસાર, લોકોએ તેને ચોરીના આરોપમાં ઢોર મારમાર્યો. માર મારમારવાથી ઘાયલ થયેલા આ વ્યક્તિને સારવાર માટે પટનાની પીએમસીએચમાં મોકલવામાં આવ્યો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું છે. જોકે આ ઘટના મામલે પોલીસે ૧૫૦ લોકો સામે ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં મોબ લિન્ચિંગની આ ત્રીજી ઘટના છે, જેમાં ટોળાએ કાયદો હાથમાં લઈ કોઈ વ્યક્તિને માર-મારી હત્યા કરી દીધી હોય. આ પહેલા ૭ સપ્ટેમ્બરે બેગૂસરાયમાં ટોળાએ ત્રણ લોકોની અપહરણની શંકામાં માર-મારી હત્યા કરી દીધી હતી, જ્યારે ૮ સપ્ટેમ્બરે સાસારામમાં મામૂલી વિવાદમાં એક મહિલાને આજ રીતે ટોળાએ માર મારી મારી નાખી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY