એનઆઈડીમાં ચાર આતંકી ઘૂસતા ખળભળાટ,અંતે નીકળી પોલીસની મોકડ્રિલ

0
17

અમદાવાદ,તા.૨૦
‘પાલડીના એનઆઈડીમાં ચાર આતંકવાદી ઘૂસ્યા છે’ આવા મેસેજની સાથે ગઈ કાલે રાત્રે શહેર પોલીસ અને એનએસજીના કમાન્ડોમાં દોડધામ મચી ગઈ હતી. મોડી રાત્રે એનએસજીના કમાન્ડો અને પાલડી પોલીસ સહિતનો કાફલો એનઆઈડી ખાતે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
છેવટે આ મોકડ્રીલ હોવાનું બહાર આવતાં તંત્રએ હાશકારો લીધો હતો. મળતી માહિતી મુજબ ગઈ કાલે રાત્રે શહેર પોલીસ અને એનએસજી કમાન્ડોને જાણ કરાઈ હતી કે પાલડી વિસ્તારમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (એનઆઈડી) સંસ્થામાં ચાર જેટલા આતંકવાદી ઘૂસ્યા છે. જેના આધારે નેશનલ સિક્યોરિટી ગાર્ડના કમાન્ડો, સ્થાનિક પોલીસ, એસઓજી સહિતનો કાફલો એનઆઈડી ખાતે પહોંચી ગયો હતો.
પોલીસે આખી એનઆઈડીને ચારે તરફથી ઘેરી લીધી હતી. પાલડી ચાર રસ્તા, મહાલક્ષ્મી ચાર રસ્તા તરફથી આવવાના બંને રોડ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. અડધા કલાક સુધી આ મોકડ્રીલ ચાલી હતી. મોડી રાત્રે આટલી પોલીસ એનઆઈડી પાસે જોવા મળતાંં લોકોમાં પણ ભારે ઉત્તેજના અને કુતૂહલ વ્યાપ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY