મોડાસા,તા.૧૩
સોફ્ટવેર એન્જિનિયરિંગ અને આઈટી ફિલ્ડમાં કારર્કિદી બનાવવા માંગતા દરેક યુવાઓની ડ્રિમ જાબ હોય છે ફેસબુક, ગૂગલ કે માઇક્રસોફ્ટમાં નોકરી કરવાની. ઉત્તર ગુજરાતના મોડાસાના એક સામાન્ય પરિવારમાં ઉછરેલા યુવકે જાયેલું કંઈક આવું જ સપનું સાકાર થઈ ગયું છે.
મોડાસાના મોહિબઅહેમદ ગૂગલમાં એપોઈન્ટ થયો છે જેનું પોસ્ટીંગ હૈદરાબાદ ખાતે આવેલી ગૂગલની બ્રાન્ચમાં થયું છે. મોહિબના પિતા મજીદભાઈ મનવા સામાન્ય પરિવારના છે અને તેમણે ટ્રાન્સપોર્ટનો ધંધો કરી દીકરાને ભણાવ્યો છે.
એક અહેવાલ મુજબ, મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં ધો-૧૨ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરીને મોહિબે સોફ્ટવેર એન્જીનિયરીંગ કર્યું હતું. સોફ્ટવેર એન્જીનિયરનો અભ્યાસ પૂર્ણ કરી તેણે દિલ્હી નજીક ગુડગાંવની સ્પ્રીન્કલર કંપનીમાં જાડાયો હતો. આ કંપનીમાં વિદેશથી કસ્ટમર આવતા જતા રહેતા હતા અને કંપનીના કર્મચારીઓની કામગીરી અંગે ધ્યાન રાખતા હતા. દરમિયાન આ યુવકની ઈન્ટેલીજન્સી વિદેશી કંપની ગૂગલના ધ્યાને આવતાં તેને ઈન્ટર્વ્યૂ માટે આમંત્રણ આપ્યું હતું.
ગૂગલનો ઈન્ટરવ્યૂ પણ સરળ નહોતો. તે મોહિબઅહમદે ઘણી જ મહેનત અને તૈયારી કરી. મોહિબની ઈન્ટેલીજન્સીને ધ્યાને રાખીને ગૂગલે તેને એપોઈન્ટ કરી દીધો હતો અને તેને હૈદરાબાદ ખાતેની બ્રાન્ચમાં પોÂસ્ટંગ આપ્યું છે. મોહિબને ૧૫ દિવસની ટ્રેનિંગ માટે ગુગલે સીલીકોન વેલી હેડ ઓફિસે આમંત્રણ પાઠવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



