મોડાસા,તા.૩૦
અરવલ્લી જિલ્લાનાં મોડાસામાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં ખેડૂતની ખરીદેલી મગફળી વેરહાઉસમાં જગ્યાના હોવાના કારણે છેલ્લા ચાર-પાંચ દિવસથી મગફળીની બોરીઓ ખુલ્લામાં ભગવાન ભરોસે પડી રહેવા પામી છે. મગફળી ખરીદી હાલ ઉત્તરાર્ધમાં છે ત્યારે ખેડૂતોની પણ લાંબી લાંબી લાઈનો લાગી છે, એક તરફ મગફળીના ઢગ ખડકાયા છે. હાલ ૫ હજારથી વધુ મગફળીની બોરીઓ ખુલ્લામાં પડી રહી છે.
એક બાજુ વાતાવરણમાં પણ પલટો છે હવામાન વિભાગે પણ માવઠું થવાની આગાહી કરી છે અને જા કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની મગફળી બરબાદ થવાની શકયતા છે.
વહીવટી તંત્રના બોગસ આયોજનને કારણે હાલ મગફળીનો મોડાસા ખરીદ કેન્દ્રમાં ભરાવો થયો છે ત્યારે જ્યાં સુધી નાફેડના ચોપડે આ ખરીદેલ મગફળી નોંધાય નહીં અને વેર હાઉસમાં જાય નહીં ત્યાં સુધી ખેડૂતોને મગફળીના નાણાં પણ ઝડપથી મળે નહીં. આમ એક તંત્ર બેદરકારીને કારણે ખેડૂતોની મગફળી બરબાદીને આરે છે અને ખેડૂતોને નાણાં વગર પણ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



