આ કારમી મોંઘવારીમાં ત્રણ મહિને એક મહિનાનો પગાર આપતી પાલિકાના કર્મચારીઓ પણ દેવામાં ગરકાવ

0
24

રાજપીપળા નગર પાલિકાના 150 થી વધુ રોજમદારોના ચાર મહિનાથી ઈપીએફ કપાય છે પરંતુ હજુ ખાતા ખુલ્યા નથી…?! 

રોજમદાર કર્મચારીઓ પણ પાલિકાની જેમ દેવામાં ગરકાવ થતા જાયે તો જાયે કહા જેવો ઘાટ 

મામૂલી પગારમાં કામ કરતા રોજમદારના પગાર માંથી દર મહિને 900 રૂપિયા જેવી રકમ ઈપીએફ ની કપાય તો છે પરંતુ ખાતા જ ખુલ્યા નથી તેનો શું મતલબ…?

નગરપાલિકાના 214 ના મહેકમ સામે હાલ માત્ર 35 જેવાજ કાયમી કર્મચારીઓ છે તેમાં 25 જેવા તો સફાઈ કામદારો હોય મોટાભાગના કામો પટાવાળાઓ સંભાળતા હોય એ શું કરે…? અધિકારી પર કામનું ભારણ 

સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે ત્યારે વર્ષોથી રાજપીપળા નગરપાલિકામાં ખાલી પડેલી કાયમી કર્મચારીઓની જગ્યા પર કેમ પૂર્ણવિરામ મુકાયું છે…?!

રાજપીપળા : રાજપીપળા નગર પાલિકામાં કાયમી કર્મચારીઓની સંખ્યા નહિવત હોય રોજમદારો થી ગાડું ગબડી રહ્યું છે ત્યારે હાલ પાલિકામાં 150 થી વધુ કામ કરતા રોજમદારોના પગારમાંથી ઈપીએફના પૈસા કપાય છે પરંતુ ઈપીએફના ખાતા હજુ ખુલ્યાજ નથી તેમ છતાં પૈસા કપાતા ત્રણ મહિને એક મહિનાનો મળતો પગાર ઉપરથી 900 રૂપિયાની કપાત થતા કર્મચારીઓની દયાજનક હાલત

રાજપીપળા નગર પાલિકા હાલ દેવાના ડુંગર તળે દટાયેલી હાલતમાં પસાર થઈ રહી છે જેમાં આઠ કરોડ જેવું લાઈટ બિલ વર્ષોથી બાકી અને વધતુંજ જાય છે ત્યારે પાલિકા ના 214 ના મહેકમ સામે માત્ર 35 જેવાજ કાયમી કર્મચારીઓ બચ્યા છે જેમાં 25 જેવા તો સફાઈ કામદાર જ છે ત્યારે કચેરીમાં વહીવટી કે અન્ય બીજી જવાબદારી વાળી કામગીરી હાલ કાયમી કામ કરતા પટાવાળાઓને ચાર્જ આપી કરાવાઈ રહી હોય તેમાંથી મોટાભાગના કામગીરી થી અજાણ હોય અમુક કામો ટલ્લે ચઢે છે અથવા અટવાય છે જેમાં મોટાભાગનો લોડ જે તે ચીફ ઓફિસરના માથે આવે છે ત્યારે સરકાર જેના કારણે શહેરનો વિકાસ રૂંધાય છે અને ઉપરથી નિયમિત પગાર પણ ન થતા હોય હાલ 150 થી વધુ રોજમદાર કર્મચારીઓને ત્રણ મહિને એક મહિનાનો પગાર મળે છે તેમાંથી પણ ઈપીએફ ના નામે 900 રૂપિયા થી વધુની રકમ દરેક પગાર માંથી કપાઈ જતા કર્મચારીઓ પણ પાલિકાની માફક દેવામાં ડૂબી ગયા છે.ત્યારે હાલ આ રોજમદાર કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ના પણ ફાંફા પડે છે પરંતુ નર્મદા જિલ્લામાં નોકરી માટે અન્ય કોઈ વિકલ્પ ન હોય મજબૂરીમાં કામ કરવું પડે છે .

અંધેર વહીવટના કારણે નગરપાલિકા હસ્તકના પુસ્તકાલયની પણ ગ્રાન્ટ ન આવતા વાચકો અને વેપારીઓ અટવાયા

નગર પાલિકા હસ્તક દરબાર રોડ પર ચાલતા પુસ્તકાલય નો ચાર્જ પણ ઇન્ચાર્જને સોંપાયો છે જેમની પાસે પુસ્તકાલય સહિતના અન્ય ચાર પાંચ ચાર્જ હોય વડોદરા થી આવતી સરકારી ગ્રાન્ટ ચાલુ વર્ષે મેં મહિનો પૂરો થવા આવ્યો છતાં મળી નથી કેમકે આ માટે કોઈ ખાસ કામગીરી કરાઈ નથી જેના કારણે સરકારી પરીક્ષા આપવા માટે આવતા વાચકો માટેના પરીક્ષાલક્ષી પુસ્તકો ન હોવાના કારણે વાચકો પોતાના પુસ્તકો લાવવા મજબુર થઈ પડ્યા છે સાથે સાથે આ પુસ્તકાલયમાં ઘણી અન્ય તકલીફો પણ હોય વાચકો ફરિયાદ કરી થાક્યા છે પરંતુ ત્યાં બેસતા કર્મચારીઓ પણ રોજમદાર હોય શું કરે…? માટે પાલિકામાં નિયમિત અને યોગ્ય કામ કરતા કર્મીઓને કાયમી કરી ખાલી જગ્યાઓ ભરાય તો પાલિકાનો વહીવટ બરાબર ચાલે એમ છે.

ઈપીએફના પૈસા માટે અલગ ખાતું ખોલ્યું છે : ચીફ ઓફિસર 

હાલ રજા પર ગયેલા ચીફ ઓફિસર અમિત પંડ્યાએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે સરકારી નિયમ મુજબ ઈપીએફ કાપવું પડે પરંતુ વચ્ચે થોડી ટેક્નિકલ તકલીફ ના કારણે ખાતા ખુલ્યા નથી છતાં અમેં કર્મચારીઓના ઈપીએફ માટે પગાર માંથી કાપેલા રૂપિયા એક અલગ ખાતામાં જમા કરાવ્યા છે જયારે બધાના ખાતા ખુલી જશે ત્યારે એમાં જમા કરશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY