બોલો…પાલિકાએ શૌચાલય તો બનાવ્યા પણ ડ્રેનેજ નાખતા જ ભૂલી ગઈ

0
6

સુરત,તા.૩૦
શહેરને સ્વચ્છતામાં નંબર વન લઈ જવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ જ્યારે પણ સુરત આવે છે ત્યારે શહેરને ચોખ્ખું ચણાક કરી દેવામાં આવે છે. અને તેમાં સફળતા પણ મળે છે. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને ઓડિફ ડબલ પ્લસનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ઓડિએફ ડબલ પ્લસ એટલે જાહેરમાં શૌચમુક્ત શહેર. જાકે, આ પ્રમાણપત્ર મેળ્યું પણ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. શહેરના પાંડેસરાના ભેદવાડામાં પાલિકા દ્વારા ઘરે ઘરે બનાવવામાં આવેલા શૌચાલયોમાં છેલ્લા ચાર વર્ષેથી ડ્રેનેજ લાઈન જ નાખવાનું ભૂલી ગઈ હોવાનું સામે આવ્યું છે.
શહેરની પાંડેસરાનો ભેદવાડ અને પ્રેમનગર વસાહતમાં લોકોને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારવા પડી રહ્યા છે. ૪ વર્ષ પહેલાં સુરત મહાનગરપાલિકાએ અહીં વસતા લોકોનો વિચાર કરીને ઘરે ઘરે શૌચાલય બનાવી આપ્યા હતા. ૪૦૦ જેટલા ઘરોમાં પાલિકાએ શૌચાલયો પોતાના ખર્ચે બનાવી આપ્યા હતા. જાકે, ચાર ચાર વર્ષ વીતી ગયા બાદ પણ ડ્રેનેજ લાઈન નહીં નાંખવાને કારણે આ શૌચાલયો શોભાના ગાઠિયા સમાન બની ગયા છે. જ્યારે આ શૌચાલયોને લોકોએ સામાન મૂકવાની રૂમ બનાવી દીધી હોવાનું પણ સામે આવ્યું છે.
પાંડેસરા અને ભેદવાડા વસાહતમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પાંડેસરાની પ્રેમનગર અને ભેદવાડ વસાહતમાં ૪૦૦થી વધુ પરિવાર વચ્ચે હાલ ફક્ત એક પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવામાં આવ્યું છે. જેની પર જ લોકોએ નિર્ભર રહેવું પડે છે. જ્યારે અન્ય એક જાહેર શૌચાલય પણ ઘરમાં બનાવી આપવામાં આવેલા શૌચાલય ખંડેર હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. જેથી ના છૂટકે અમૂકવાર લોકોએ જાહેરમાં શૌચ કરવાની ફરજ પડે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY