મોડાસા,તા.૩
અરવલ્લી જિલ્લાના પ્રજાજનો મિશ્ર ઋતુમાં બીમારીમાં સતત પટકાતા ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે જિલ્લામાં સિઝનનો ૧૩૦ ટકાથી વધુ વરસાદ ખાબકતા કાદવ-કીચડ અને પાણીનો ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. વધુ વરસાદને કારણે વધતો જતો રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવે એવી સ્થાનિકોમાં માંગ પ્રબળ બની છે.
માલપુરમાં રહેતા ભુપેન્દ્રસિંહ નામના યુવકને ત્રણ- ચાર દિવસથી શરદી-ખાંસી તાવમાં પટકાતા પ્રાથમિક સારવાર લીધા પછી મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલના તબીબે સઘન સારવાર કરવા છતાં યુવકની સ્થિતિમાં સુધારો ન થતા તબીબે યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા તાબડતોડ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા કહ્યું હતું.
પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ આઈસોલેશન વોર્ડમાં ખસેડી સઘન સારવાર હાથ ધરી હતી. રાત્રે યુવકનું મોત થતાં ચકચાર મચી હતી. મૃતક ભુપેન્દ્ર સિંહ તેના માતા પિતાનું એકનું એક સંતાન હતું. જેના કારણે પરિવારજનો માં ભારે શોક છવાયો હતો. માલપુરના ૩૫ વર્ષીય યુવકને શંકાસ્પદ સ્વાઇનફલૂથી મોત થતા માતા-પિતાનો સહારો ગુમાવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


