મોડાસા,તા.૧૬
મેઘરજ તાલુકાના પીસાલ ગામની મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા મોડાસાની ખાનગી ઈવા હોસ્પિટલમાં પ્રસુતિ માટે ખસેડાતા ર્ડો.મૌલિક ગાંધીએ ગાયત્રીબેન શનાભાઈ મકવાણા નામની મહિલા અને ગર્ભમાં રહેલા ટ્રિપ્લેટ બાળકોની સ્થિતિને અનુલક્ષીને તાત્કાલિક ઓપરેશન કરી પ્રસુતિ કરાવતા બે બાળકી અને એક બાળકને જન્મ આપ્યો છે. ટ્રિપ્લેટ બાળકો જન્મ સમયે થોડા કમજોર હોવાથી ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. એમ.એ.ખાલકે લોટસ પી.આઈ.સી.યુ શ્ એન.આઈ.સી.યુ હોસ્પિટલમાં બાળસખા યોજના અંતર્ગત સતત ૧૦ દિવસ સુધી સઘન સારવાર આપી ત્રણે બાળકોની તબિયત સારી થતા રજા આપવામાં આવી હતી. શ્રમિક પરિવારમાં આનંદ છવાયો હતો.
આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઈપણ બિમારી માટે નિ.શુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંતો શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ. ૨૦૦ લેખે વાઉચર ઉપર સહી લઈને તુરંત જ ચૂકવી આપશે તથા સાથે આવનાર આશા કાર્યકરને પ્રોત્સાહન રકમ પેટે રૂ.૫૦/- વાઉચર પર સહી લઈને ચૂકવી આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



