રાષ્ટ્રીય અંધત્વ સમીતી પ્રેરીત, ચક્ષુદાન જાગૃતિ પખવાડીયા મહોત્સવ

0
15

રાષ્ટ્રીય અંધત્વ સમીતી પ્રેરીત, ચક્ષુદાન જાગૃતિ પખવાડીયા મહોત્સવ લોકદ્ર્ષ્ટિ ચક્ષુબેંક આયોજિત ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, રેડ ક્રોસ બ્લડ બેંક, સક્ષમ અને જીલ્લા અંધત્વ નિયત્રણ સમિતિ તેમજ અન્ય સહયોગી સંસ્થા દ્રારા નેત્રદાન-રક્તદાન-અંગોના દાન –દેહદાન જન જાગૃતિ અર્થે આજરોજ ૨૧માં ચક્ષુદાન પખવાડીયા મહોત્સવ ના કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરના કતારગામ વેડરોડ પર આવેલ પ્રણામી મંદિરના મહંતશ્રી લક્ષ્મણજી મહારાજ ની ઉપસ્થતિમાં પ્રચાર રથ નું પ્રસ્થાન કરવામાં આવેલ.

જે કાર્યક્રમ અંતર્ગત સુરત જીલ્લા કમાન્ડન્ટ ડો.પ્રફુલભાઈ વી.શિરોયા (પ્રમુખ- લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ) ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ જી.પટેલ, લોકદ્ર્ષ્ટિ પ્રોજેક્ટના સ્ટાફ મિત્રો હાજર રહેલ. આ કાર્યક્રમ દરમ્યાન મહંતશ્રી લક્ષ્મીજી મહારાજ દ્રારા ચક્ષુદાન અંગેની જાગૃતતા લાવવા માટેનું પ્રવચન આપવામાં આવેલ તેમજ ચક્ષુદાનથી આધ્યાત્મિક રૂપી થતા ફાયદાઓની સમજ આપવામાં આવેલ. તેમજ વધુમાં વઘુ લોકો ને જન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરાયેલ.

આ કાર્યક્રમમાં પ્રણામી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તેમજ કોર્પોરેટર શ્રીમતિ નીતાબેન સાવલીયા અને મહેશભાઈ સાવલીયા તેમજ પ્રણામી ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નેત્રદાન અને દેહદાન અંગેના સંકલ્પ પત્ર ભર્યા હતા.

                                                             ડો.પ્રફુલ્લ શિરોયા-                                                                        પ્રમુખ                             લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY