મોડાસાના મોટા કાજીવાડામાં ગાંધીનગર આરઆરસેલે નવ જુગારીઓને દબોચ્યા

0
28

મોડાસા,તા.૭
મોડાસા ટાઉન પોલીસની નજર સમક્ષ મોડાસાના મોટા કાજીવાડા વિસ્તારમાં શનિવારની મધ્યરાત્રીએ ગાંધીનગર આર.આર.સેલની ટીમે રહેણાંક મકાનમાં ત્રાટકી ગંજીપાનો જુગાર રમતા ૯ જુગારીઓને દબોચી લઈ હવાલતના સળિયા પાછળ ધકેલી દઈ રોકડ રકમ, મોબાઈલ સહીત રૂ.૧૬૯૪૫ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસાના લઘુમતી વિસ્તારના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર આર.આર.સેલના દરોડા બાદ સ્થાનિક પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
સ્થાનિક પોલીસતંત્રના નાક નીચે ચાલતા આ કારોબારનો આર.આર.સેલ ની ટીમે અડધી રાત્રે પર્દાફાશ કરતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસે ઝડપાયેલા તમામ ૯ લોકો વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી હતી.
જુગારીઓ પાસેથી મળેલ રોકડ રકમ રૂ.૭૭૦૫, મોબાઈલ નંગ-૧૦ કીં.રૂ.૬૫૦૦ મળી કુલ રૂ.૧૬૯૪૫નો મુદ્દામાલ જપ્ત કરી આર.આર.સેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ મોડાસા ટાઉન પોલીસને સોંપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY