રાજભવનમાં કરશે રાત્રિરોકાણ,૮૦૦ પોલીસ કર્મી કરશે સુરક્ષા આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન મોદી : કાલે કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ

0
21

ગાંધીનગર,તા.૨૯
૩૧ ઓકટોબર-૨૦૧૮ના રોજ ગુજરાત દેશ નહી પરંતુ વૈશ્વિક નકક્ષામાં ઓળખ મેળવવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણને લઈને બે દિવસ માયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સાંજે પાંચ વાગ્યે અમદાવાદ આવી પહોંચશે ત્યારથી લઈને લોકાર્પણ બાદ ૪૫૦૦ જેટલા મહાનુભાવો સાથે કેવાડિયા ખાતે ભોજન લઈને વિદાય લેશે ત્યાં સુધીના કાર્યક્રમો આખરી થઈ ચૂકયા છે. અંદાજે ૫૦૦૦ જેટલા સુરક્ષા કર્મીઓને કેવડિયા ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. તો ગાંધીનગર રાજભવન અને એરપોર્ટ સુધી ૮૦૦ જેટલા સુરક્ષા કર્મીઓએ મોકડ્રિલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઈને નર્મદા નિમના અંદાજે ૨૦૦૦ જેટલા કર્મચારીઓને પ્રોટોક્લ ડયુયીમાં જાતરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં અંદાજે ૪૫૦૦ જેટલા દેશ-વિદેશના મહેમાનો સુરત-વડોદરાની પંચતારક હોટલામાં રોકાણ કરનાર છે.
વડાપ્રધાનના પ્રાથમિક નક્કી થયેલા કાર્યક્રમ મુજબ તા.૩૦મીએ સાંજે આગમન જયાં સ્ટેચ્યુના નિમાર્ણમાં સિંહફાળો આપનાર અધિકારીઓનો આભાર અને રાત્રી ભોજન રાત્રે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ જયાં ભાજપના આગેવાનો અને અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૩૧મીએ સવારે ૯ વાગ્યે કેવડિયા જવા રવાના થશે. જયાં સીધા ફલાવર ઓફ વેલી ટેન્ટ સિટીની મુલાકાત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અને ૧૧.૩૫ મિનિટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સરદારના જીવનકવન પર બનેલા મ્યુઝિયમની મુલાકાત લેશે.
વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કેવડિયાથી સાધુબેટના ડુંગરાળ વિસ્તારમાં વિશેષ ૪૦૦ જેટલા ઘોડેશ્વાર પોલીસને શસ્ત્ર પોલીસ તૈનાત કરવામાં આવી છે. એક એડિશનલ ડીજીપીના સુપરવિઝન હેઠળ ૨ આઈજીપી સહિત ૭૦૦૦ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્ય પોલીસ વડાએ સ્ટેટ અને સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સીઓને સતર્ક કરી છે. કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે માટે સતત તકેદારી રાખવામાં આવનાર છે. આ વખતે ખાસ ડ્રોન-બટનના ઉપયોગથી સુરક્ષાને વધુ મજબુત બનાવવામાં આવી છે. કેવડિયા ખાતે યોજનાર એરશોને લઈને ગઈકાલે સૂર્યકિરણ દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પ-વૃષ્ટિ કરીને મોકડ્રીલ કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY