હવે NRI વ્ચક્તિએ પણ RTI હેઠળ અરજી કરી મહિતી માંગી શકશે

0
14

ન્યુ દિલ્હી,તા.૨૯
માહિતી અધિકારનાં કાયદાના અસરકારક અમલીકરણ માટે લડતા કર્મશીલો માટે આનંદનાં સમાચાર છે. હવે વિદેશમાં વસતા ભારતીયો (નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ) પણ માહિતી અધિકારનાં કાયદા હેઠળ ભારતમાં અરજી કરી માહિતી માંગી શકશે.
વિદેશમાં વસતા ભારતીયો ભારત સરકારનાં વિવિધ ખાતાઓની વિગતો માંગી શકે કે નહીં એ વિશે સરકારો કોઇ સ્પષ્ટતા કરી નહોતી પણ તાજેતરમાં સરકારે આ સ્પષ્ટતા કરી છે અને એમ જણાવ્યું છે કે, વિદેશમાં વસતા તમામ ભારતીયો ભારતમાં માહિતી અધિકારનાં કાયદા (RTI) હેઠળ અરજી માહિતી માંગી શકે છે. આ તેમનો અધિકાર છે.
લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં,સંસદિય બાબતોનાં રાજયકક્ષાનાં મંત્રી જિતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા ભારતીય માહિતી અધિકારનાં કાયદાનો ઉપયોગ કરી શકશે. મહત્વની વાત એ છે કે, આર.ટી.આઈ એક્ટિવીસ્ટ અને નિવૃત કોમોડોર લોકેશ બાત્રાએ સરકારને પત્ર લખીને કહ્યું હતું કે, માહિતી અધિકારનાં કાયદા હેઠળ ભારતનો દરકે નાગરિક માહિતી માંગી શકે છે. કાયદામાં આ જાગવાઇ છે.
સરકારે આ પહેલા એવું કહ્યું હતું કે, ભારતમાં રહેતા નાગરિકો જ માહિતી અધિકારનાં કાયદાનો ઉપયોગ કરી શકે. વિદેશમાં રહેતા ભારતીયો નહીં પણ હવે સરકારે કહ્યું કે, વિદેશમાં વસતા ભારતીયો પણ માહિતી અધિકારનાં કાયદાનો ઉપયોગ કરી શકશે. સરકારે આ સ્પષ્ટતા કરી છે. માહિતી અધિકારનાં કાયદાનાં અસરકારક અમલીકરણ કરવા માંગતા લોકો માટે આનંદનાં સમાચાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY