પાકિસ્તાને હથિયાર સજાવ્યા ને ભારત હાથ પર હાથ ધરીને બેસી રહ્યુ!

0
3

આપણે નવા વર્ષની પૂર્વસંધ્યાએ થર્ટી ફર્સ્ટની સાંજને વધુ રંગીન બનાવવા ચિયર્સ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે પાકિસ્તાને તેના લશ્કરને વધુ સંગીન બનાવવાની પેરવીમાં છે જે ભારત માટે માઠા સમાચાર છે
મિત્રને દૂરથી નિહાળી શકાય, પરંતુ દુશ્મનને નજીકથી જાયા કરવું પડે એની પર ચાંપતી નજર રાખવી પડે એમાંય મિત્રતાની અવારનવાર વાતો કરતાં કે મૈત્રી માટે હાથ લંબાવવાની વાતો કરતા દુશ્મન પર વિશ્ર્વાસ મૂકવો નહીં. પાકિસ્તાન આ કેટેગરીના ‘દોસ્ત’માં આવે છે. ક્રિકેટરમાંથી રાજકારણી અને પછી વડા પ્રધાન બનેલા ઈમરાન ખાન દોસ્તીની ભલે શેખી કરે, પરંતુ પાકિસ્તાની લશ્કરના વડા કમર જાવેદ બાજવાને ભારત આંખના કણાંની માફક ખૂંચે છે અને ઈમરાને જમણો હાથ દોસ્તી માટે લંબાવ્યો છે અને ડાબા હાથમાં ખંજર પાછળ છુપાવી રાખ્યું છે.
ભારત માટે ખરેખર ચિંતાની વાત એ છે કે પાકિસ્તાન ૬૦૦ યુદ્ધ ટેંક ખરીદવાની વેતરણમાં છે. આમાં રશિયાની ટી-૯૦ ટેંકોનો પણ સમાવેશ છે. ભારતે વહેમમાં નહીં સાબદાં રહેવાની ઘડી આવી પહોંચી છે. પાકિસ્તાન ભારત સાથેની સરહદને વધુ સજ્જ કરવા માગે છે ત્યારે ભારતીય લશ્કરની બખ્તરિયા રેજિમેન્ટોને સુસજ્જ તથા આધુનિક બનાવવાની ભારતની યોજના અળસિયાની ગતિએ આગળ વધી રહી છે.
રૂ. ૬૦,૦૦૦ કરોડનો ફ્યુચરિસ્ટીક ઈન્ફેન્ટ્રી કામ્બેટ વેહિકલ પ્રોગ્રામ વિવિધ કારણોસર અટકી પડ્યો છે. રાષ્ટÙની સલામતી માટે આ ચિંતાનો વિષય છે. આપણે ચૂંટણી પર ડોળો રાખીને ખેડૂતોની લોનમાફી જાહેર કરી શકીએ છીએ અને દેશની સલામતીને ગંભીરતાથી લેતા નથી.
છેલ્લાં એકાદ વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં અપંગુવાદની આગ સળગતી રહી છે. બલકે આગ વધુ ભભૂકી રહી છે. પાકિસ્તાન પહેલા અડપલાં કરતુંં, પછી છમકલાં કરવા માંડ્યું અને હવે વાત વધુ ને વધુ જટિલ બનતી જાય છે.
પાકિસ્તાન સરહદને સતત સળગતી રાખવા માગે છે. તેણે આ યુદ્ધ રણગાડીઓની વરદી સરહદ પર ગોઠવવા માટે જ આપી છે.
પાકિસ્તાન છેલ્લાં થોડાં વર્ષોથી રશિયા સાથે સંયુક્ત લશ્કરી કવાયતો કરે જ છે. હવે ટેંકોની ખરીદીથી તેની સાથે વધુ મજબૂત સંબંધ બાંધવા માગે છે. પાકિસ્તાનની આ પણ એક ચાલ છે કેમ કે ભારત આઝાદ થયું ત્યારથી રશિયા પાસેથી શસ્રો ખરીદે છે. રશિયા ભારત માટે એક વિશ્ર્વાસુ શસ્ત્ર સપ્લાયર છે. બીજી બાજુ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ‘સીપૅક’ પ્રોગ્રામ હેઠળ બન્ને દેશો ચીન-પાકિસ્તાન વચ્ચેનો માર્ગ મોકળો થશે. મતલબ ભારત અને ચીન બાખડે તો પણ મુશ્કેલી અને ભારત-પાક વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાનને ચીનની મદદ મળી રહે. પાકિસ્તાનનો નાપાક ઈરાદો ૨૦૨૫ સુધીમાં લશ્કરી શસ્રસરંજામ સાથે સંપૂર્ણપણે સજ્જ થઈ જવાનો છે.
ભારત પોતાની લશ્કરી તાકાત પર મુશ્તાક છે અને એ હકીકત પણ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાન અડધો કલાકથી વધુ ટકી શકે એમ પણ નથી. પરંતુ પાકિસ્તાનની આ હિલચાલ જાતાં જે જબરજસ્ત ટક્કર આપવાના ચક્કરમાં તો છે જ. પાકિસ્તાનને પણ યુદ્ધ પોસાય એમ નથી, એ વખતથી પણ એ સારી રીતે વાકેફ છે, પરંતુ લશ્કરી સજ્જતા કે સંરક્ષણનું મહત્વ એ બરાબર સમજી ગયું છે.
ભારત લશ્કર પાસે હાલ ટી-૯૦ ટેંકો ઉપરાંત ટી-૭૨ અને અર્જુન ટેંકો છે. ભારત વધુ સજ્જ છે એ વાતથી વાકેફ પાકિસ્તાન એટલે જ પોતાને ઝડપથી વધુ જારાવર પુરવાર કરવા માગે છે.
દુશ્મનને કિયારેય કમજાર સમજવાની ભૂલ કરવી નહીં. ભારત સામે ચાલીને પાકિસ્તાન પર હુમલો ન કરે, પરંતુ હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા અને રાષ્ટ્રની રક્ષા માટેની સજ્જતા તો રાખવી જ પડશે, નહીંતર કોઈ કહેશે કે પાકિસ્તાને હથિયાર સજાવ્યા ને ભારત હાથ પર હાથ ધરીને બેસી રહ્યુ!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY