લોકસભાની આવનારી ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ૨૬ જાન્યુઆરીએ અંતિમ સ્વતંત્ર્તા દિવસ ઉજવવામાં આવશે. ભારતના વડાપ્રધાને વિશ્વના શકિતશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારતના આ સ્વાતંત્ર્ય દિવસના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ મોકલાવ્યું હતું પણ ખબર આવી કે તેઓ ભારત તેમાંય ખાસ કરીને મોદીને માટે ખૂબ જ નિરાશ થયા છે. ટ્રમ્પે એજ સમય દરમ્યાન અમેરિકામાં સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કરવાનું બહાનું બતાવ્યું કે કારણ બતાવ્યું છે. ખરેખર તો બંન્ને દેશોની ફૂટનીતિ અને શિષ્ટાચારને જાતાં પહેલાં અનૌપચારિક રીતે મહેમાન થવાના દેશથી વ્યકિતગત રીતે જાણી લેવામાં આવે છે કે તેમના દેશના વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ આવશે કે નહિ. જ્યારે સંમતિ મળે ત્યારે જ વ્યવહારિક રૂપમાં આમંત્રણ મોકલવામાં આવે છે. કારણ કે કોઈ દેશ ખોટું ન લાગે કે તેનું કોઈ પણ પ્રકારે અપમાન ન થાય. ટ્રમ્પના મામલામાં લાગે છે કે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ મારો….એટલા માટે અનૌપચારિક રૂપમાં પૂછવાની પ્રક્રિયા કર્યા વિના જ સીધે સીધુ આમંત્રણ મોકલાવ્યું અને આમંત્રણ ફગાવી પણ દીધું છે.
આ પહેલાં ૨૦૧૫માં અમેરિકાના તત્કાલિક રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતના સ્વાતંત્ર્ય દિવસના મહેમાન બન્યા હતા તેમણે મોદીના આમંત્રણનો સ્વિકાર કર્યો હતો. પરંતુ ટ્રમ્પ બાબુ કેમ નારાજ થઈ ગયા? કારણ તો અનેક હોય છે પણ જેમને આવવું હોય કે પોતાની મહેમાનગતિ કરાવવી હોય તે પોતાના દેશમાં ગમે તેટલી વ્યવસ્તતા કેમ ન હોય પણ તેઓ સમય આપી શકે છે. ટ્રમ્પને આવવું હોય તો તેમણે જે સંબોધન કરવું હોય તેની તારીખમાં ફેરફાર કરી શકે છે. માનવુ ન માનવું પોતાના મનની મરજી છે. બની શકે છે કે ભારતે અમેરિકાની વાત ન માનીને રશિયા સાથે મિસાઈલનો સોદો કર્યો તેનાથી નારાજ થઈને મોદીથી કિટ્ટા લઈ લીધી હોય..!
ભારતની વિદેશ નીતિ અનુસાર તમામ દેશો સાથે કૂટનીતિથી સંબંધ બનાવવામાં આવે છે. ભારતની વિદેશ નીતિ પંચશીલ સિદ્ધાંત આધારિત છે. રશિયા ભારતનું જૂનું મિત્ર છે. પરંતુ કેન્દ્રની હાલની સરકાર અમેરિકાની તરફ વધુ નમતી ચાલી છે. અમેરિકા અંગે એવું કહેવાય છે કે તે કોઈનો દોસ્ત નથી. તેને ધંધો જાઈએ. ભારત અમેરિકા માટે એક બજાર છે. મુશ્કેલીમાં ભારતની રક્ષા કરવી કે સાચા મિતર્ની જેમ પાસે આવીને ઊભા રહેવું એ અમેરિકામાં નથી. ભારત અમેરિકા ઉપર વધુ પડતો વિશ્વાસ ન રાખતા સાચા મિત્ર રશિયાથી મજબૂત સંબંધ બનાવી રાખે. જ્યારે જ્યારે ભારત મુશ્કેલીમાં આવ્યું ત્યારે રશિયાએ જ મદદ કરી છે. એવામાં ટ્રમ્પે જ્યારે આમંત્રણ ઠુકરાવી દીધું છે ત્યારે તેનો ફાયદો ઉઠાવીને ભારત અમેરિકાથી અંતર જાળવે અને મેરા જૂતા હૈ જાપાની સરકપર લાલ ટાપી રુસી….ની જેમ જાપાન અને રશિયાને સાચવે. ભારતની આજ સાચી વિદેશ નીતિ હોવી જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



