ડેટા લીક મામલામાં રાહુલ ગાંધી દેશની માફી માગે : ભાજપની માગણી

0
119

ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮

કેન્દ્રના માહિતી અને પ્રસારણપ્રધાન રવિશંકર પ્રસાદે કેમ્બ્રજ એનાલિટિકાના પૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વિલીના ઘટસ્ફોટ બાદ કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું છે કે વીલિએ કહ્યું છે કે તેમણે કોંગ્રેસ સાથે મળીને કામગીરી બજાવી છે. તેનાથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી ખુલ્લાં પડી ગયા છે.

પ્રસાદે જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારમાં આ કંપનીનો પ્રભાવ દેખાતો હતો. અમે આશા રાખીએ છીએ કે કોંગ્રેસ અને રાહત્પલ ગાંધી દેશની પ્રજાની માફી માંગશે. અગાઉ મેં તેમની પર આક્ષેપ કર્યે હતો ત્યારે તેમણે તેની ના પાડી હતી.

રવિશંકર પ્રસાદના આક્ષેપ અંગે પ્રતિભાવ આપતાં કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે આવી ષડયંત્રકારી કંપનીની સેવા અમે કયારેય લીધી નથી. પુરાવાના આધારે એફઆઈઆર નોંધાવવા અમે કાયદાપ્રધાનને પડકારી ફેંકીએ છીએ. ત્રણ દિવસથી કાર્યવાહીની માગણી કરાય છે, પરંતુ તમે કેમ કોઈ જ કાર્યવાહી કરતાં નથી. કારણ કે તમારી પોતાની જ પોલી ખુલ્લી પડી ગઈ છે.

કોંગ્રેસના પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે વિલીના કહેવાથી સાબિત થઈ જતું નથી કે કોંગ્રેસે કેમ્બ્રજ એનાલિટિકા સાથે મળીને કાર્ય કયુ હતું. ભાજપે દેશની માફી માગવી જાઈએ અને આ ઘટનાની તપાસ કરવી જાઈએ. ભાજપે આ અંગે હજુસુધી પુરાવા પણ રજૂ કર્યા નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY