ન્યુ દિલ્હી,તા.૨૯
બળજબરીપૂર્વક રજા પર મોકલી દેવાયેલા સીબીઆઈના નંબર એક અધિકારી અને નંબર બે અધિકારીઓને સીવીસીએ સમન પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા છે. બંને અધિકારીઓને સીવીસી તરફથી આજે એટલે કે, સોમવારે કેન્દ્રીય વિજિલન્સ કમિશન તરફથી સમન પાઠવવામા આવ્યું હતું. સીવીસીએ અસ્થાના પાસે પુરાવા માંગ્યા છે. તમને જણાવી દઈએ કે, બંને ટોપના અધિકારીઓએ એકબીજા પર લાંચના આરોપ લગાવ્યા છે.
સીબીઆઈના સુત્રોએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને સીવીસીના નિર્દેશાનુસાર, સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા વિરૂદ્ધ જરૂરી દસ્તાવેજા અને ફાઈલો સીવીસીને સોંપવામા આવી છે. જ્યારે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈ સ્પેશ્યલ ડાયરેક્ટરક રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમારની અરજી પર સુનાવણી દરમિયાન સીબીઆઈ કાઉન્સિલરે કહ્યું કે, તેમને જવાબ આપવા માટે વધારે સમય જાઈએ છે.
હાઈકોર્ટે પોતાના આદેશને ચાલુ રાખતા એક નવેમ્બર સુધી યથાસ્થિતિ બનાવી રાખવા માટે કહ્યું છે. કોર્ટે આ સાથે જ સીબીઆઈને વધુ એક વખત જવાબ આપવા માટે તક આપી છે. સીબીઆઈએ જવાબ આપવા માટે તેવું કહીને સમય માંગ્યો છે કે, તેની આખી ટીમ બદલાઈ ગઈ છે અને કેસની ફાઈલો સીવીસી પાસે છે, જે આરોપોની તપાસ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





