વિજ્ઞાન ભવનમાં એકેડેમિક લીડરશિપ ઓન એજ્યુકેશન રિસોર્સે કોન્ફરન્સમાં પીએમનું સંબોધન પડકારોનો ઉકેલ લાવવા માટે સંસ્થાઓની મદદ લેવામાં આવે તો સ્થિતિ બદલાઈ શકે : મોદી

0
42

ન્યુ દિલ્હી,તા.૨૯
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એકેડેમિક લીડરશિપ ઓન એજ્યુકેશન રિસોર્સે કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પડકારોનો ઉકેલ લાવવા માટે સંસ્થાઓની મદદ લેવામાં આવે તો સ્થિતિ બદલાઈ શકે છે. એક એવા ઈન્ટર લિંકિંગ પર કામ કરવું જાઈએ જે સમાજ અને સંસ્થાને જાડે. પીએમએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણમાં ઉચ્ચ આચાર, ઉચ્ચ વિચાર, ઉચ્ચ સંસ્કાર અને સમાજની સમસ્યાઓનું ઉચ્ચ સમાધાન મળે. કેન્દ્ર સરકારના પ્રયત્ન છે કે, દરેક સ્તર પર દેશની જરૂરિયાતોમાં શિક્ષણ સંસ્થાઓને ભાગીદાર બનાવવી. તેને જ ધ્યાનમાં રાખીને અટલ ટિંકરિંગ લેબની શરૂઆત કરવામાં આવી છે. ૨૦૦૦થી વધારે સ્કૂલમાં તેની શરૂઆત કરી દેવામાં આવી છે. આગામી થોડા સમયમાં તેની સંખ્યા ૫ હજાર થવા જઈ રહી છે.
આ કાર્યક્રમમાં પીએમએ કહ્યું કે, બાળકો પર કઈ થોપવું ન જાઈએ. અમારી સરકાર શિક્ષણમાં રોકાણ ઉપર ધ્યાન આપી રહી છે. ઇૈંજીઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા ૨૦૨૨ સુધી રૂ. ૧ લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવાનો ઈરાદો છે.
પીએમએ કહ્યું કે, અમે દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને આમંત્રણ આપી રહ્યા છીએ અને ખુલ્લા વિચારોના પક્ષમાં છીએ. આઈઆઈએમને સ્વાયત્તતા આપીને તેની શરૂઆત કરી છે. આગામી સમયમાં ઇન્સ્ટિટયૂટમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે. યુજીસીએ ગ્રેટેડ ઓટોનોમી શરૂ કરી છે. સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નો વચ્ચે દરેકની ફરજ બને છે કે હવે આ સકારાત્મક વાતાવરણનો લાભ કેવી રીતે લેવો. આવો લાભ ગુમાવવો ન જાઈએ. પીએમએ શિક્ષકોને પણ કહ્યું કે, તમારે પણ લક્ષ્ય નિર્ધારિત રહેવું જાઈએ. વિચારવું જાઈએ કે શું આપીને જઈ રહ્યા છો. નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ વ્યવસ્થાને વધારે સારી કેવી રીતે બનાવવી તેવો વિચાર કરવો જાઈએ. અમીર કે ગરીબ કોઈને પણ પૂછો કે તમારુ સપનું શું છે? તો તેઓ કહેશે કે તેમના બાળકોને સારું શિક્ષણ આપવું. આ સપનું સારા ટીચર વગર સક્ષમ નથી. મને ખુશી ત્યારે થશે જ્યારે મારો શિક્ષણ ૫૦ વૈજ્ઞાનિકોને જનમ આપે . આવું ત્યારે થશે જ્યારે શિક્ષણનો વિસ્તાર ક્લારૂમની બહાર સુધી પણ ફેલાશે. વિદ્યાર્થીઓને સમાજની તસવીરનો પરિચય આપવો પણ જરૂરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY