પંચમહાલ,
તા.૪/૫/૨૦૧૮
પંચમહાલના કાલોલ તાલુકાના વેજલપુર ઘુસર રોડ પર કતલ કરવાના ઇરાદે લઇ જવાતાં પશુ ભરેલા ટેમ્પોને પોલીસે રોકતા કસાઈઓએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો શરુ થતા પરિસ્થતિ તંગ બની હતી. જેથી પોલીસે સ્વબચાવ માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ત્યારબાદ મામલો થાળે પડતા પોલીસે સો લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે પશુ ભરેલો એક ટેમ્પો ઘુસર રોડ પરથી પસાર થવાનો છે.
એટલે પોલીસે ટેમ્પો રોકવાનો પ્રયાસ કરતા કસાઇઓ અને તેના મળતિયા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ પોલીસને ઘેરી પથ્થરમારો શરુ કરવામાં આવતા પોલીસે સ્વબચાવ માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પથ્થરમારાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થતિ કાબુમાં લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





