ન્યુ દિલ્હી,તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં આજના દિવસે જ શપથ ગ્રહણ કર્યાં હતાં. કેન્દ્ર સરકારના ૪ વર્ષ પુરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક પછી એક એમ ત્રણ ટિવટ કર્યા હતાં. જેમાં તેમને એક વીડિયો પણ ટિવટ કર્યો હતો.
આ વીડિયોમાં મોદી સરકારની યોજનાઓ વિષે જાણકારી આપવામાં આવી છે. વીડિયોને ‘સાફ નીયત-સહી વિકાસ’ અભિયાન અંતર્ગત બનાવવામાં આવ્યો છે. વીડિયો ૩.૧૪ મીનીટનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિવટ કરી કહ્યુ હતું કે, ૨૦૧૪માં આજના દિવસે જ અમે ભારતના પરિવર્તનની સફરની શરૂઆત કરી હતી. છેલ્લા ૪ વર્ષમાં વિકાસ જન આંદોલન બની ગયો છે. દેશનો દરેક નાગરિક તેમાં પોતાની ભાગીદારી અનુંભવી રહ્યો છે. સવા સો કરોડ ભારતીયો ભારતને એક નવી જ ઉંચાઈ પર લઈ જઈં રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિવટર પર ૩.૧૫ મીનીટનો વીડિયો શેર કર્યો છે. જેમાં સરકારની વિવિધ ક્ષેત્રે સફળતાની ઝલક દર્શાવવામાં આવી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


