૨૩ રોહિંગ્યા ઘૂસણખોરોને મ્યાનમાર પાછા મોકલવાની તૈયારીમાં મોદી સરકાર

0
3

ન્યુ દિલ્હી,તા.૧૩
મ્યાનમારથી ભારતમાં ઘૂસી આવેલા રોહિંગ્યાઓને પાછા મોકલવા માટેનો સિલસિલો યથાવત છે.હવે સરકારે રોહિંગ્યાઓની બીજી બેચને મ્યાનમાર પાછા મોકલવા માટે તૈયારી કરી છે.
આ પહેલા સાત રોહિંગ્યાઓને પાછા મોકલી દેવાયા છે.હવે કેન્દ્ર સરકાર આસામ સરકાર સાથે મળીને બીજા ૨૩ રોહિંગ્યાઓને સરહદ પાર મોકલવા માટેની કવાયતમાં વ્યસ્ત છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ ૨૩ રોહિંગ્યાઓની ઓળખ કરી લેવામાં આવી છે.હાલમાં તેમને આસામના ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવ્યા છે.તેઓ મ્યાનમારના નાગરિક હોવાની તમામ દસ્તાવેજી ચકાસણી થઈ ચુકી છે.સૂત્રોનુ કહેવુ છે કે આ ૨૩ રોહિંગ્યા પણ મ્યાનમાર પાછા જવા માટે તૈયાર છે.
આ સંદર્ભમાં મ્યાનમાર સરકારનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.એક વખત તેમના મૂળ સરનામાની ખબર પડે તે બાદ ભારત સરકાર મ્યાનમાર સરકારને તેમને સુરક્ષિત તેમના ઘર સુધી પહોંચાડવા માટે અપીલ કરશે. ભારતમાં લગભગ ૪૦,૦૦૦ રોહિંગ્યાઓ ઘૂસી ગયા હોવાનો અંદાજ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY