આરોપ દ્વારા મારી છબીને ખરડવાનો પ્રયાસ કરાયો છે : ભૂષણ કુમાર

0
178

મુંબઈ,તા.૧૩
ટી-સીરિઝના પ્રમુખ ભૂષણ કુમારે પોતાના પર લાગેલા યૌન શોષણા આરોપોને નકારતા કહ્યું કે, આરોપ દ્વારા તેમની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર એક અજ્ઞાત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, કુમારે તેમના પ્રોડક્શન હાઉસની ત્રણ ફિલ્મોમાં ગીત ગાવાને બદલે તેમની સાથે યૌન સંબંધ બનાવવા કહ્યું હતું.
મહિલાઓ આરોપ લગાવ્યો કે, તેણે જ્યારે કુમારનો પ્રસ્તાવ નકારી કાઢ્યો તો ભૂષણે આ વિશે કોઈના વાત કરવા પર તેનું કરિયર બરબાદ કરવાની ધમકી આપી હતી. કુમારે કહ્યું કે, હું આ જાણીને ચિંતિંત અને દુખી છું કે એક અજ્ઞાત વ્યક્તિએ મારું નામ ‘#MeToo’ અભિયાનમાં ધસેડ્યું છે. મારી વિરુદ્ધના આરોપો પાયાવિહોણા છે. મારી છબી હંમેશાથી સાફ રહી છે અને હું એક વ્યવસાયી વ્યક્તિ છું. ટ્વિટનો ઉપયોગ મને અપમાનિત કરીને મારી છબી ખરાબ કરવા માટે કરવામાં આવ્યો છે.
નિર્માત ભૂષણે આગળ કહ્યું કે, તેઓ મુંબઈ પોલીસના સાઈબર સેલમાં આ ટ્વિટને લઈને ફરિયાદ દાખલ કરાવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બોલિવુડના અનેક ડાયરેક્ટર, એક્ટરનો આ મામલે પર્દાફાશ થયો છે. જાકે, આમાંથી અનેકોએ આરોપ લગાવવાની વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવાની વાત કરી છે. તો બીજી તરફ, આલોકનાથ અને નાના પાટેકર જેવા એક્ટર્સે આ મામલે કોઈ વાત કરી નથી, તેમના વકીલે નિવેદન જાહેર કર્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY