મોદીજી,નેહરુને જવા દો પોતાના મંત્રી અને સીબીઆઈ પર ધ્યાન આપો..!!

0
64

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને લઈને મચેલ ધણાસાણ રોકાવાને બદલે વધુ તેજ થઈ રહ્યું છે. બે કરોડની લાંચનો મામલો હજી પૂરો નથી થયો ત્યાં એક એવો ખુલાસો સુપ્રિમ કોર્ટમાં સીબીઆઈના જ ડીઆઈજી કક્ષાના અધિકારી મનિષ કુમાર સિંહા દ્વારા કરવામાં આવ્યો છે કે મોદી સરકારની હાલત પાતળા થતા રૂપિયાની જેમ પાતળી થઈ રહી છે. એક તરફ તેઓ ચૂંટણી સભાઓમાં વિપક્ષને જારશોરથી પડકારી રહ્યા છે. ત્યાં જ તેમના સીધા નિયંત્રણમાં કામ કરવાવાળી તપાસ એજન્સીના ઉચ્ચ અધિકારી કોર્ટમાં તેમની પોલ ખોલી રહ્યા છે. રફાલ સોદામાં અત્યારે મામલો ક્યાંક ક્યાંક શાંત થતો નજરે આવતો હતો. ત્યારે તેમના જ એક નજીકના મંત્રી હરિશભાઈ ચૌધરીની વિરુદ્ધમાં કરોડોની લાંચ લેવાનો આરોપ લાગ્યો. તેમના સુરક્ષા અધિકારી અજીત ડોભાલ જે એક શકિતશાળી અને મોદીના પહેલા ઉચ્ચાધિકારી છે. દેશની સુરક્ષાની જવાબદારી જેને સોંપવામાં આવી હોય એ જ અદિકારી ભ્રષ્ટાચારના મામલામાં દખલ કરી રહ્યા છે..? સિંહના કહેવા અનુસાર કાયદા સચિવ સુરેશચંદ્રએ લાંચરૂશ્વતના કેસમાં આરોપી સનાને સુરક્ષા આપવાનો ભરોસો આપ્યો તેમણે તેને લંડનનો પોતાનો ફોન નંબર પણ આપ્યો.
સીબીઆઈમાં બે ઉચ્ચાધિકારીઓની લડાઈ જાહેર થી ગઈ ત્યારે લાગી રહ્યું હતું કે વાત આનાથી આગળ નહીં વધે પરંતુ એક ડીઆઈજી સિનિયર અધિકારી દ્વારા જે સંગ્રહ કરેલ બાંક્સ ખોલવામાં આવ્યું તેને જાતાં લાગે છે કે સીબીઆઈના કબારમાં આવા અનેક કંકાલ(હાડકા) પડ્યા છે. જે ધીરેધીરે બહાર આવી રહ્યા છે. મોદી સરકારના કોઈ મંત્રી ઉપર લાંચ રુશ્વતના આરોપ નથી લાગ્યા પરંતુ અધિકારી સિંહાએ કાયદેસર રીતે સુપ્રિમ કોર્ટમાં ભાંડો ફોડ્યો કે મંત્રી હરિભાઈ ચૌધરીએ આ કુરેશી કેસમાં કરોડોની લાંચ લીધી. અજીત ડોભાલના વિરોધમાં આરોપો કહી ઓછા નથી. મંત્રી સહિત આરોપ લાગ્યા બાદ સરકાર મૌનીબાબા બની ગઈ. સરકાર બોલશે અને જવાબ પણ આપશે. પરંતુ એ કોઈ વિરોધ પક્ષ દ્વારા આરોપ નથી લગાવવામાં આવ્યા. એક જવાબદાર ઉચ્ચાધિકારીએ કોર્ટમાં આરોપ લગાવ્યા છે. જેનો જવાબ કોઈ રાજકીય ના હોઈ શકે. આ કોઈ ટીવી ડિબેટનો પણ મામલો નથી કે કોઈ પાત્રાને ચિઠ્ઠી પકડાવીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આનાથી મોટો સંગીન આરોપ બીજા કયો હોઈ શકે ભલા..!?
રાફેલમાં તો મોદી સરકાર ધી સોલ્ટ દ્વારા બચતી નજર આવી હતી. પરંતુ સીબીઆઈના વિવાદમાં મોદી સરકારની ભારે ટીકાઓ થઈ રહી છે. જે એજન્સીનું કામ ભ્રષ્ટાચાર અને અપરાધ રોકવાનું છે તેના જ વડા અધિકારી કરોડોની લાંચના આરોપ લગાવ્યા બાદ હવે આ આરોપો ઝુમતા-ગાતા મોદી સરકારના મંત્રી દ્વારા પર પહોંચ્યા છે. અજીત ડોભાલની નિષ્ઠા સામે સવાલોના નિશાન લાગી ગયા છે. બધુ મળીને આખરે સીબીઆઈ છે કે કરપ્શન બ્યુરો છે..? બની શકે છે સિંહા જેવા સિનિયર કોઈ અન્ય અધિકારીઓ પાસે પણ આવો દારૂ-ગોળો હશે. જા કે મોટા આરામથી ખૂલીને ધડાકા કરી શકે છે. એવું લાગે છે કે સીબીઆઈનું નવી પ્રકારે ગઠન કરવું પડશે. કેમ કે અત્યારે જે ઉચ્ચાધિકારીઓ છે તેઓ દૂધના ધોયેલા નથી,મોદીજી નહેરુને છોડો. સીતારામ કેસરીને છોડો પોતાના મંત્રી અને સીબીઆઈ તરફ ધ્યાન આપો. આમ તો મામલો હવે તમારા હાથમાંથી નિકળી ચૂક્યો છે. આપની જ એજન્સી આપની નૌકામાં કાણુ પાડી રહી છે. રોકો અથવા ડૂબો…

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY