મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

0
236

મોરબી :ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા સ્વશ્રી મહિપતસિંહ દાદુભા ઝાલા (ઝાલા બાપુ) શક્તિ મેડીકલ ગ્રુપના આર્થિક સહયોગથી સવારે ૯ થી બપોરે ૧ સુધી રામકૃષ્ણ પ્રાથમિક શાળા, મહેન્દ્રનગર રોડ મોરબી-૨ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલ હતું.
આ કેમ્પમાં જે તે વિભાગના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓના રોગની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૩૬૬ દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરી સારવાર સાથે દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી.
કેમ્પમાં જુદા જુદા વિભાગના તબીબો સર્વશ્રીઓ ડો.હેમલ પટેલ (હાડકાના નિષ્ણાત ),ડો.શ્રીબા જાડેજા (આયુવેદિક) ,ડો.રાકેશ સરડવા (જનરલ ),ડો.યશરાજસિંહ ઝાલા (ચામડીના રોગોના નિષ્ણાત),ડો.મીહીર કંડીયા (દાંતના સર્જન) એ માનદ સેવાઓ આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા કલબના પ્રમુખ હર્ષદભાઈ ગામી અને સેક્રેટરી ભાવેશભાઈ દોશી સહિતના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટ: જનક રાજાtel:9099115315

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY