અમદાવાદના અમુક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ

0
8

અમદાવાદ,તા.૧૯
હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેના ભાગરૂપે અમદાવાદમાં આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
આજે પડેલા વરસાદની વાત કરીએ તો શહેરના વસ્ત્રાપુર, શાહીબાગ, સેટેલાઈટ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલમાં સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આજે પણ વરસાદનું જોર યથાવત રહેલા લોકોમાં ખુશીના માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય હાલ મળી રહેલા અહેવાલ મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે.
ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના ૨૦ જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY