નર્મદા કેનાલમાં ઝેરી કેમિકલ છોડી પાણી પ્રદૂષિત કરતા બે શખ્સ ઝડપાયા

0
7

ગોધરા,તા.૧૯
ગોધરા પાસે નર્મદાની મેઇન કેનાલમાં નજીક ૬૧ પાટીયા પાસે ટેન્કર મારફતે ઝેરી કેમિકલ પ્રવાહી કેનાલમાં ઠાલવતાં નર્મદા ઓથોરિટીના ચોકીદાર તથા એસઆરપી જવાનોએ બે ઇસમોને ઝડપી પાડીને પોલીસને સોંપ્યા હતા. ઝેરી કેમિકલથી પાણી દુષિત થવાને લઇ પાલિકાએ ગોધરા શહેરમાં પાણી પુરવઠો બંધ કરાયો હતો. પોલીસે ઝડપાયેલા ઇસમો સહિત ફરાર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા નજીક ૬૧ પાટીયા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી ગોધરા શહેર તથા ગુજરાતભરમાં પીવાનું તથા સિચાઇનું પાણી પુરુ પાડવામાં આવે છે. આ જ કેનાલના પાણીને દુષિત કરવાનું ષડયંત્ર કરનાર અને લોકોના જીવ સાથે ખેલ ખેલનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. નર્મદા ઓથોરીટી દ્વારા નર્મદાની મુખ્ય કેનાલ પર અમુક અંતરે ચેક પોઈન્ટ બનાવવામાં આવેલા છે.ગુરુવારે સવારે કેનાલના નિરીક્ષણ દરમિયાન ગોધરા તાલુકાના એકસઠ પાટીયા ગામ પાસેના પોઈન્ટના ફરજ પરના કર્મચારીને કેનાલનું પાણી કાળા કલરનું દુષિત થયેલું માલુમ પડતા તે અંગેની જાણ ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY