અંબુજા સિમેન્ટ કંપનીની માઈન્સ બાબતે ખેડૂતોમાં ભારે નારાજગી

0
51

ગીર સોમનાથ,તા.૧૯
ગીર સોમનાથના કોડીનારની અંબુજા સિમેન્ટ કંપનીની માઇન્સ બાબતે ખેડૂતો ખૂબજ હેરાનગતી ભોગવી રહ્યા છે. આ બાબતે અનેક વખત રજૂઆત છતા તંત્ર તથા અંબુજા સિમેન્ટ કંપનીના મેનેજમેન્ટ ના પેટનું પાણી હલતું નથી.
કોડીનારની અંબુજા સિમેન્ટ કંપની ફરી એક વાર ખેડૂતો માટે મુશ્કેલીરુપ બની છે. સોમનાથ ભાવનગર હાઇવે પર નવાગામ પાસે ખેડૂતો રોષે ભરાઇને હાઇવે પરથી પસાર થતી સિમેન્ટ કંપનીના ૧૦૦ થી વધારે ટ્રકોના પૈડા થંભાવીને ભારે દેખાવો કર્યા હતા..
ખેડુતો નો આરોપ છે કે ખાનગી કંપનીનીના માઇન્સનું પાણી ખેતરો મા ફરી વળતા તેમના પાકને ભારે નુકશાન થયું છે. કંપનીના માઇન્સનું પાણી સતત વહેતુ રહેવાના કારણે આસપાસના મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયેલા જ રહે છે. જેનાથી ૧૫૦ જેટલા ખેડૂતોની હજારો વિઘા જમીનના પાકો નિષ્ફળ ગયા છે
કલાકો સુધી ખેડૂતો રોષ વ્યકત કરીને ટ્રકો અટકાવતા પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કંપની વિરુધ્ધ કાર્યવાહી થાય તેવી બાંહેધરી આપતા રસ્તો ખુલ્લો કરાયો હતો.
કોડીનાર મામલતદાર કહે છે કે અંબુજા કંપની દ્રારા માઇન્સના પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામા આવે તેવી ખેડૂતોની રજૂઆત છે..આ ઉપરાંત ખેડૂતોને નુકશાનીનું યોગ્ય વળતર ચુકવવામાં આવે સહીતની માંગને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી છે.આ સાથે મામલતદારે કંપની વિરુધ્ધ કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે ત્યારે ખાતરી પ્રમાણે કેટલી કામગીરી થાયછે તે મહત્વનું બની રહેશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY