મોરબી જિલ્લા પંચાયત ની લાંબા સમયે મળેલી કારોબારી બેઠકમાં વિકાસકાર્યોને બહાલી અપાઈ

0
68

મોરબી:

વિધાનસભા ચુંટણીઓ અને ત્યારબાદ ગ્રામ પંચાયત ચુંટણીને પગલે જીલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી ના હોય અને લાંબા સમય બાદ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં અનેક વિકાસકાર્યોને બહાલી ઉપરાંત ૪૧ બિનખેતી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને ડીડીઓ એસ. એમ. ખટાણાના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં રજુ થયેલા ૨૮ એજન્ડાઓ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી રજુ થયેલા સહિતના ૩૦ થી વધુ એજન્ડાઓને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા તો કારોબારી બેઠકમાં વરસાદ સમયે રોડ રસ્તાને જે નુકશાની થવા પામી હતી

જેના તાકીદે થયેલા રીપેરીંગ કામ માટે ૭૦ લાખથી વધુની રકમની ચુકવણી કરવામાં આવી છે તે ઉપરાંત જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કલેકટરને રજૂઆત કરીને નવી ડીડીઓ કચેરીમાં પાર્કિંગ જગ્યા માટેની માંગ કરવામાં આવી છે તે ઉપરાંત ઉનાળામાં પીવાના પાણીની તંગી ના સર્જાય તે માટે તળાવ અને ચેકડેમમાં કાપ કાઢી ઊંડા ઉતારવા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી

તેમજ હળવદ અને મોરબી ખાતેના રેસ્ટહાઉસના રીપેરીંગ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. કારોબારી બેઠક લાંબા સમય બાદ મળી હોય પેન્ડીંગ રહેલી બિનખેતી ફાઈલોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. કારોબારી બેઠકમાં રહેણાંકની ૧૩, વાણીજ્યની ૦૬ અને ઉદ્યોગ હેતુની ૨૦ તેમજ શરતભંગની ૨ મળીને કુલ ૪૧ બિનખેતી ફાઈલો મંજુર કરવામાં આવી હતી અને ૧૩૪.૨૧ એકર બિનખેતીને મંજુરી આપવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY