અમદાવાદ,તા.૨૮
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો ચોથો દિવસ છે. તે ૨૫ ઓગસ્ટના ૩ વાગ્યાથી ઉપવાસ પર ઉતર્યો છે. હાર્દિકના ઉપવાસ પર ઉતર્યા બાદ તેના વજનમાં એક કિલોનો ઘટાડો થયો છે. ડોક્ટરે તેને હોસ્પિટલાઈઝ્ડ થવા સલાહ આપી છે. સાથે જ જો હાર્દિક ફ્રૂટ કે જ્યુસ નહીં લે તો તેની કિડનીને નુકસાન થવાની ભીંતિ સેવી હતી.
હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એનસીપીના પ્રફૂલ પટેલ તેના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. તેમણે સરકારને આડેહાથ લઈ જણાવ્યું હતું કે, ૨૦૧૭ની ચૂંટણીમાં ગોળી સરકારના કાન પાસેથી નીકળી ગઈ છતાં સમજી નથી. હાર્દિક પટેલની માંગણી મુદ્દે સરકારે વાતચીત કરવી જોઈએ. તો રાજસ્થાનના ગુર્જર આંદોલનના હર્તાકર્તા હિંમતસિંહ ગુર્જર પણ હાર્દિકના સમર્થનમાં પહોંચ્યા હતા. ૨૦-૨૦ વાહનોમાં આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને હાર્દિકના નિવાસે જવા દેવામાં ન આવ્યા હોવાનો દાવો હાર્દિકના સમર્થકો કરી રહ્યા છે.
ઉપવાસના સમર્થનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના અલગ-અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. ઉપરાંત હિંમતનગર, વડાલી, ઇડર, તલોદ અને પ્રાંતિજના પાટીદારો તેના ઉપવાસના સમર્થનમાં પહોંચ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


