મોરબીમાં કોંગ્રેસ ઘરે ઘરે જઈને ભાજપ સરકારે આપેલા વાયદાઓની યાદ અપાવશે

0
12

જીલ્લા કોંગ્રેસ કારોબારીમાં ભાજપ સરકાર પર પ્રહારો

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની આજે કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં એઆઈસીસીના સેક્રેટરી જીતેન્દ્ર બાધેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

કારોબારી બેઠકમાં ખેડૂતોની દુર્દશા, યુવાનોને રોજગારી ઉપરાંત ખાનગી શાળામાં ફી વધારા અને સિરામિક ઉદ્યોગની સરકારે કમર તોડી નાખી હોય જે મામલે ઠરાવ કરવામાં આવ્યા હતા તો ભાજપ સરકાર પર કોંગ્રેસના સેક્રેટરીએ આકરા પ્રહારો કર્યા હતા અને આજથી કોંગ્રેસ જનસંપર્ક અભિયાન અંતર્ગત ઘરે ઘરે જઈને ભાજપ સરકારે ૨૦૧૪ માં કરેલા વાયદાઓ પૂર્ણ કર્યા નથી તે અંગે જઈને લોકો સાથે વાત કરશે અને ૨૦૧૯ ની ચુંટણી માટે કોંગ્રેસે કમર કસી લીધી હોવાનું જણાવ્યું હતું અને આગામી દિવસોમાં ખેડૂતો અને યુવાનો માટે સરકાર સામે આંદોલન કરવાનું પણ એઆઈસીસીના સેક્રેટરીએ જણાવ્યું હતું તો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો બુથ લેવલે કાર્ય કરીને ૨૦૧૯ નાં જંગમાં જીતવા માટે કામે લાગી ગયા છે તેમ પણ અંતમાં જણાવ્યું હતુ

રિપોર્ટર
રાહુલ નગવાડિયા ૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY