સુરત, તા.૩
શહેરના ચકચારિત દિગમ્બર જૈન મુનિના બળાત્કાર પ્રકરણના કેસમાં આરોપી શાંતિ સાગર મહારાજની પ્રાયમરી તથા સાયન્ટીફીક રીતે તબીબી તપાસ કરનારા ત્રણ ડોક્ટરો પૈકી બે ડોક્ટરોને સમન્સ કાઢી અદાલતમાં બોલાવાયા હતા. જોકે ડો. અર્ચનાબેન પટેલની સર અને ઉલટ પાસ પૂરી થતા વધુ સુનાવણી ૧૪મી મેના રોજ હાથ ધરાશે. એવું સરકારી વકીલ દિગંત તેવર પીડિતાના એડવોકેટ મુખત્યાર શેખ તથા યાહ્ના શેખે જણાવ્યું હતું. જ્યારે બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, પ્રગ્નેશ સરૈયા અને વિરલ ચલીયાવાળાએï મહિલા ડોક્ટરની ઉલટ તપાસ લીધી હતી.
આ કેસની વિગતો એવી છે કે, વર્ષ ૨૦૧૭ની દિવાળીના દિવસો દરમિયાન નાનપુરા – ટીમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે વડોદરાની એક યુવતિ સાથે જૈન મુનિ શાંતિ સાગર મહારાજ બળાત્કાર ગુજાર્યો હતો. અઠવા પોલીસ મથકમાં પીડિત યુવતીએ બળાત્કારની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં અઠવા પોલીસ મથકા પીઆઈ એસ.બી. ભરવાડે ચાર્જશીટ રજૂ કર્યા બાદ આરોપી સામે તહોમતનામુ ફટકારવામાં આવ્યું હતું. આ કેસની ઈન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવતા આરોપીની પ્રારંભિક મેડિકલ એક્ઝામીશન કરનાર સિવિલ હોસ્પિટલના ડો. અર્ચના પટેલ, સાયન્ટીફીક એક્ઝામીનેશન કરનારા ડો. પરેશ ચાંદેગ્રા તથા ડો. મીલન પટેલના સમન્સ કાઢવામાં આવ્યા હતા. ત્રણ ડોક્ટરો પૈકી બે ડોક્ટરોની સર તથા ઉલટ તપાસ લેવામાં આવશે એવું ફરિયાદીના એડવોકેટ મુખત્યાર શેખ તથા યાહ્નાï શેખે જણાવ્યું હતું. આ સાથે ડો. અર્ચના પટેની સર અને ઉલટ તપાસ પૂરી થતા વધુ સુનાવણી ૧૪મી મેના રોજ હાથ ધરાશે.
લીંબાયત ઝોન દ્વાર આજે આંજણા ફાર્મ ખાતે પ્લાસ્ટિક પર પ્રિન્ટીંગ કરતા કારખાનામાં આકસ્મિક તપાસ હાથ ધરી બે ટનથી વધુ પ્રતિબંધિત પ્લાસિટકનો જથ્થો જપ્ત કરી પ્રિન્ટિંગ પ્રેસને સીલ મારી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હત`
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



