બિન ખેતીની મંજુરીન માટે અરજદારોને કચેરીના ધક્કા ખાવા પડતા જેથી રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે બિન ખેતી માટે ઓનલાઈન મંજુરી શુભારંભ કરાવ્યો છે.
રાજ્યમાં સરકારી કામગીરીને પારદર્શક બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.12ને લાભપાંચમના રોજ ઓનલાઇન બિનખેતી પ્રક્રિયાનો શુભારંભ કરાવાયો હતો, જોગાનુજોગ મોરબીમાં તા.12ના રોજ વજેપરમા રહેતા ખેડૂત હરજીવનભાઇ નરશીભાઈ નકુમેં વજેપર રેવન્યુ સર્વે નંબર 1018 પૈકી 2ની 4148 ચોરસ મિટર જમીન ખેતીમાંથી બિનખેતીમાં ફેરવવા અરજી કરી હતી.
હરજીભાઈની અરજી બાદ માત્ર બે જ દિવસમાં બિન ખેતીની મંજુરી મળી ગઈ હતી જેથી અરજદાર હરજીભાઇને કચેરીના ધરમના ધક્કામાંથી મુક્તિ મળી હતી અને સમયનો પણ બચાવ થયો હતો.રાજ્યમાં લગભગ આ પ્રથમ બનાવ હશે જેમાં આટલી ઝડપથી પ્રકિયા પૂર્ણ થઈને અરજદારને હેરાન પણ ન થવું પડે. મોરબી જિલ્લાનો પ્રથમ ઓનલાઇન બિનખેતીનો કિસ્સો હોવાથી જિલ્લા કલેકટર આર.જે.માંકડિયા, અધિક નિવાસી કલેકટર કેતન જોશી અને બિનખેતી શાખાના નાયબ મામલતદાર નીખિલભાઈ જોશી સહિતના સ્ટાફ દ્વારા ઝડપી કામગીરી કરાવી ઓનલાઇન ફી, ચલણ ભરવાની પ્રક્રિયા સંપ્પન કરી લઈ આજરોજ વજેપરના અરજદાર હરજીવનભાઇ નરશીભાઈ નકુમને બિનખેતીનો ઓનલાઇન હુકમ આપ્યો હતો
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી:૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





